રસોડામાં તવો રાખવાની આ એક ભૂલ બગાડી શકે છે તમારું ભાગ્ય

રસોડું એ ઘરનો સૌથી મહત્ત્વનો ભાગ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ અહીં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે અને તેમના આશીર્વાદથી ઘરમાં અન્નની કમી રહેતી નથી. વાસ્તુશાસ્ત્રમાં પણ રસોડાને સકારાત્મક ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. તેથી રસોડામાં રાખવામાં આવતી દરેક વસ્તુનું ખાસ મહત્ત્વ હોવાનું કહેવાય છે.

વાસ્તુ : જાણો, કેવી રીતે જીવન બદલી શકે છે તવો અને કઢાઇ? | know how tawa and  pan change lives vastu tips related to kitchen - Gujarat Samachar

આવી જ એક સામાન્ય વસ્તુ છે તવો. ઘણીવાર ઉતાવળમાં લોકો તવો ઊંધો મૂકી દેતા હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આ આદત શુભ માનવામાં આવતી નથી.

Amazon.de: Radhna Traditionelles indisches Tawa-Kochgeschirr aus Eisen,  25,4 cm, Roti-Maker, Chapati-Maschine, Küchenwerkzeug, Eisen, Tava mit  Holzgriff

રાહુ સાથે જોડાયેલી છે તવાની માન્યતા

જ્યોતિષ શાસ્ત્ર મુજબ તવાનો સંબંધ રાહુ ગ્રહ સાથે માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તવો ઊંધો રાખવાથી રાહુ દોષ વધી શકે છે અને ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધે છે. સાથે જ વાસ્તુ દોષ પણ ઊભો થઈ શકે છે, જે પરિવારની શાંતિ અને આર્થિક સ્થિતિ પર અસર કરી શકે છે.

Plancha para chapati de hierro | Tawa for Chapati in Iron (diameter - –  Desi Gourmet

વાસ્તુ મુજબ, રસોઈ બનાવ્યા બાદ તવાને સારી રીતે સાફ કરીને સૂકવી દેવો અને હંમેશા સીધો રાખવો જોઈએ.

તવો ઊંધો રાખવાથી શું નુકસાન થઈ શકે?

માન્યતા અનુસાર, રસોડામાં તવો ઊંધો રાખવાથી ઘરમાં ધનનો પ્રવાહ અટકી શકે છે, બિનજરૂરી ખર્ચ વધી શકે છે અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત પરિવારના સભ્યો વચ્ચે મતભેદ, ઝઘડા અને માનસિક તણાવ વધવાની પણ માન્યતા છે.

Kitchen Vastu: રસોડું ગંદુ રાખવાથી નબળો પડે છે આ ગ્રહ, જાણો શું થશે નુકસાન?  - Gujarati News | Kitchen Vastu tips dirty kitchen weakens this planet -  TV9 Gujarati

એવું પણ કહેવાય છે કે રસોડામાં ગંદકી રાખવી અથવા વાસણો ખોટી રીતે ગોઠવવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. ખાસ કરીને પરિવારના મુખ્ય સભ્યના સ્વાસ્થ્યને લઈને પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

KENT Hard Anodised Roti Induction Friendly Tawa 28 cm diameter Price in  India - Buy KENT Hard Anodised Roti Induction Friendly Tawa 28 cm diameter  online at Flipkart.com

વાસ્તુ મુજબ શું કરવું?

વાસ્તુશાસ્ત્ર મુજબ, તવો વાપર્યા પછી તેને સારી રીતે સાફ કરીને સૂકવી દેવો અને હંમેશા સીધો જ રાખવો જોઈએ. ઉપરાંત, તવો એવી જગ્યાએ રાખવાની સલાહ આપવામાં આવે છે જ્યાં બહારથી આવનાર વ્યક્તિની નજર તેના પર ન પડે.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

નોંધ: આ માહિતી વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. તેની કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ ઉપલબ્ધ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *