સુરત: પહેલા જ વરસાદમાં આખેઆખી કાર સમાઈ જેવા ૪ થી ૫ ભૂવા પડ્યા

સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ સિટી અને મજબૂત રસ્તાઓ બનાવવાના મોટા-મોટા દાવા કરે છે, પરંતુ ચાલુ સીઝનના પહેલા જ વરસાદે પાલિકાના આ વિકાસના દાવાઓની હકીકત ખુલ્લી પાડી દીધી છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં આશરે ૪૦૦ મીટર જેટલો લાંબો રસ્તો અચાનક ધસી પડ્યો છે. આ માર્ગ પર આખેઆખી કાર સમાઈ જાય તેટલા મોટા ચારથી પાંચ ભૂવા પડી જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ ફેલાયો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

સુરત: પહેલા જ વરસાદમાં આખેઆખી કાર સમાઈ જેવા 4થી 5 ભૂવા પડ્યા, 400 મીટરનો રસ્તો ધસી પડ્યો

સુરતમાં આ ઘટનાએ પાલિકાના રોડ વિભાગની કામગીરી, કોન્ટ્રાક્ટરની ગુણવત્તા અને સુપરવિઝન કરી રહેલા અધિકારીઓની બેદરકારી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. આ જ માર્ગ પર થોડા સમય પહેલાં ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી હતી. ડ્રેનેજનું કામ પૂરું કરાયા બાદ તેના પર ફરીથી નવો રોડ બનાવવામાં આવ્યો હતો. તેમ છતાં, પહેલા જ વરસાદમાં આખો રસ્તો બેસી જતાં કામની નબળી ગુણવત્તા જગજાહેર થઈ ગઈ છે.

ઘટનાની ગંભીરતા અને જોખમને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક દોડતા થયા હતા. પાલિકા દ્વારા સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આ મુખ્ય માર્ગને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે જેસીબી સહિતની ભારે મશીનરી ઉતારીને રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Heavy rain hits Surat amid red alert warning Navratri garba may face  disruptions, Indigo flight struggles; rivers rise above danger level

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *