ભગવાન જગન્નાથની રથયાત્રાનું પૌરાણિક, આધ્યાત્મિક અને જ્યોતિષીય રહસ્ય

ભગવાન જગન્નાથની રથયાત્રા પાછળ મુખ્યત્વે પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક રહસ્યો છુપાયેલા છે.
Happy rath yatra 2026 Images - Free Download on Magnific (formerly Freepik)

સ્કંદ પુરાણ (ઉત્કલ ખંડ): આ પુરાણ અનુસાર, રાજા ઇન્દ્રદ્યુમ્ન અને તેમની પત્ની ગુંડીચા રાણીની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને વચન આપ્યું હતું કે તેઓ વર્ષમાં એકવાર પોતાના જન્મસ્થાન (ગુંડીચા મંદિર – જે ભગવાનની માસીનું ઘર મનાય છે) જશે. આ નવ દિવસની યાત્રા એ વચનની પૂર્તિ માટે છે.
​શાસ્ત્રોમાં ભગવાન જગન્નાથને ‘પતિતપાવન’ કહ્યા છે. જે ભક્તો કોઈ કારણસર મંદિરમાં જઈ શકતા નથી અથવા દર્શનથી વંચિત છે, તેમને સ્વયં સામે ચાલીને દર્શન આપવા માટે ભગવાન ગર્ભગૃહમાંથી બહાર આવી નગરચર્યાએ નીકળે છે.

Bahuda Yatra 2023: पुरी में श्रीजगन्नाथ की बाहुड़ा यात्रा, सिंहद्वार पर  पहुंचे तीनों रथ, छह श्रद्धालु घायल

​વેદ અને ઉપનિષદનો દૃષ્ટિ કરતા  કઠોપનિષદ માં એક શ્લોક છે : “આત્માનં રથિનં વિદ્ધિ શરીરં રથમેવ તુ” (એટલે કે, આત્મા રથી છે અને આ શરીર રથ છે). રથયાત્રા એ પ્રતીક છે કે ભગવાન આપણા હૃદયરૂપી રથમાં બિરાજમાન થઈને જીવનની યાત્રાનું સંચાલન કરે છે. ઋગ્વેદમાં પણ ‘દારુ બ્રહ્મ’ (લાકડામાં રહેલા બ્રહ્મ) નો ઉલ્લેખ છે, જે ભગવાન જગન્નાથના સ્વરૂપ સાથે જોડાયેલો છે.

ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રા માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે સનાતન ધર્મ અને બ્રહ્માંડ વિજ્ઞાનનો એક અદ્ભુત સંગમ છે. સ્કંદ પુરાણ અને કઠોપનિષદના સંદર્ભો તેમજ વાસ્તુ અને યજ્ઞિકી પરંપરા મુજબ, આ રથયાત્રા દર્શન માત્રથી મનુષ્યના તમામ ગ્રહદોષો શાંત થાય છે. ભગવાન ‘પતિતપાવન’ સ્વરૂપે ગર્ભગૃહની બહાર આવીને પોતાના ભક્તોને સામે ચાલીને દર્શન આપે છે. અત્રે પ્રસ્તુત છે રથયાત્રાના આધ્યાત્મિક અને જ્યોતિષીય રહસ્યોનો એક વિશેષ અહેવાલ.

શું અમદાવાદનું નામ કર્ણાવતી કરવા પાછળ રાજકીય સ્ટન્ટ છે? - BBC News ગુજરાતી

​■ ​જ્યોતિષીય દૃષ્ટિકોણ: એક દર્શન, નવગ્રહ શાંતિ

​રત્નવેદી પર બિરાજમાન ભગવાનના વિભિન્ન સ્વરૂપો કુંડળીના નવગ્રહોનું સંચાલન કરે છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર કયા સ્વરૂપના દર્શનથી કયો ગ્રહ શાંત થાય છે, તે નીચે મુજબ છે:
​ભગવાન જગન્નાથ (ગુરુ અને શનિ): ભગવાનનો શ્યામ વર્ણ શનિદેવનું અને વિશાળ નેત્રો ગુરુ (બ્રહ્મજ્ઞાન) નું પ્રતીક છે. સાડાસાતી કે ગુરુ ચાંડાલ યોગમાં મંત્ર “॥ ॐ નીલાદ્રિનાથાય જગન્નાથાય નમઃ ॥” નો જાપ અચૂક ફળ આપે છે.

​ભગવાન બલભદ્ર (રાહુ, કેતુ અને મંગળ) : બલભદ્રજી શેષનાગના અવતાર છે. તેમના દર્શનથી કાલસર્પ અને માંગલિક દોષ શાંત થાય છે. મંત્ર: “॥ ॐ હલીને નમઃ ॥”
​દેવી સુભદ્રા (ચંદ્ર અને શુક્ર): યોગમાયા સુભદ્રાજી માનસિક શાંતિ (ચંદ્ર) અને વૈવાહિક સુખ (શુક્ર) પ્રદાન કરે છે. મંત્ર: “॥ ॐ હ્રીં દુર્ગાયૈ નમઃ ॥”
​સુદર્શન ચક્ર (સૂર્ય અને મંગળ): રથયાત્રામાં સૌથી આગળ રહેલા સુદર્શન ચક્રની આરાધનાથી શત્રુ ભય દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. મંત્ર: “॥ ॐ મહાસુદર્શનાય નમઃ ॥”

Ahmedabad Jagannath Rath Yatra 2025; Decision Soon After Govt Meeting

​■ વાસ્તુશાસ્ત્ર: ઘરમાં જગન્નાથજીની વિગ્રહ સ્થાપના

​જો ભક્તો ઘરમાં જગન્નાથજી (દારુ બ્રહ્મ – લાકડાની મૂર્તિ) ની સ્થાપના કરવા માંગતા હોય, તો વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક બાબતો અનિવાર્ય છે:
​દિશા: મૂર્તિઓ હંમેશા ઘરના ઈશાન ખૂણા (North-East) માં સ્થાપિત કરવી જોઈએ, જે ગુરુ અને જળ તત્વની દિશા છે. આનાથી બ્રહ્મસ્થાનની ઉર્જા સંતુલિત થાય છે.
​નિયમો: ઘરમાં મૂર્તિઓ રાખવાથી પરિવારમાં ભાઈચારો અને એકતા વધે છે. જોકે, દૈનિક સાત્વિક ભોગ, શુદ્ધ ગૂગળ કે ચંદનનો ધૂપ અને આરતી કરવી અત્યંત આવશ્યક છે.

Ahmedabad Rathyatra 2023 In the 146th Rath Yatra of Jagannath in Ahmedabad,  30 thousand kg of mug, 500 kg of jamb will be given as prasad, know the  route of the Rath

​■ નગરચર્યા: ભક્તો માટે આચારસંહિતા

​જ્યારે ભગવાન સ્વયં તમારા દ્વારે આવે છે, ત્યારે શ્રદ્ધાળુઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું?
​૧. યજ્ઞ સમાન પુણ્ય: સ્કંદ પુરાણ અનુસાર, રથનું દોરડું ખેંચવું એ ‘અશ્વમેધ યજ્ઞ’ સમાન પુણ્ય આપે છે.
૨. સાત્વિકતા: આ દિવસે નગરમાં સંપૂર્ણ સાત્વિકતા જાળવવી. માંસાહાર કે વ્યસનથી દૂર રહેવું.
૩. શિસ્ત અને સમાનતા: ભીડમાં વૃદ્ધો અને મહિલાઓનું સન્માન જાળવવું. ભગવાનના દરબારમાં કોઈ ઊંચ-નીચ નથી.
૪. મંત્ર જાપ: નગરચર્યામાં દુન્યવી માંગણીઓ કરવાને બદલે માત્ર “હરે રામ, હરે કૃષ્ણ” નો સતત જપ કરવો, જેથી પ્રારબ્ધ કર્મોનો નાશ થાય.

Rath Yatra Stickers - Find & Share on GIPHY

પ્રાતઃ સ્મરણ મંત્ર

નીલાદ્રૌ શંખમધ્યે શતદલકમલે રત્નસિંહાસનસ્થં,
સર્વાલંકારયુક્તં નવઘનરુચિરં ગોપિકાપ્રાણનાથમ્ ।
ભદ્રાયા વામભાગે રથચરણયુતં બ્રહ્મરુદ્રેન્દ્રવંદ્યં,
વેદાનાં સારમેકં સુજનપરિવૃતં બ્રહ્મ દારુ સ્મરામિ ॥

Jagannath Rath Yatra 2025 Story Interesting Facts | Balabhadra Subhadra  Chariot

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *