ગુજરાતમાં એક સાથે ૫ સિસ્ટમ સક્રિય

ગુજરાતમાં જુલાઇ આવતા જ વરસાદની જમાવટ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. છેલ્લા ૧૫ દિવસથી ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે રાજ્ય આસપાસ એક સાથે ૫ જેટલી સિસ્ટમ (ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થતાં આગામી દિવસોમાં ધમધોકાર વરસાદ પડે તેવી આગાહી છે.

Navsari News in Gujarati, ગુજરાત સમાચાર ગુજરાતીમાં - ગુજરાત… | Gujarat  Samachar

હવામાન વિભાગ અનુસાર, ૨ જુલાઈના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

Gujarat Rain Alert: Red & Orange Warnings Issued | Monsoon Fury Intensifies

આગામી ૬ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, ૨ જુલાઈના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

માળીયાહાટીના તાલુકાના કુકસવાડા ગામમાં ભારે વરસાદથી જળબંબાકાર | Heavy rain  in Kukasvada village Maliya Hatina junagadh

જૂનાગઢના માંગરોળમાં ૮ કલાકમાં ૭.૨૮ ઈંચ વરસાદ

હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર જૂનાગઢના માંગરોળમાં સવારના ૦૬:૦૦ વાગ્યાથી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધીમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દેતાં ૭.૨૮ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. ત્યારબાદ સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં ૪.૮૪ ઈંચ અને જૂનાગઢના જ માળિયા હાટિના અને કેશોદમાં ૪.૩૭ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 

જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાની ધડબડાટી, 8 કલાકમાં 7.28 ઈંચ વરસાદ, 85  તાલુકામાં મેઘમહેર | Gujarat Samachar

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. - Divya Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *