રફાળેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ‘મેજિક સિરામિક’ નામના કારખાનામાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી.

આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે.

આગ પર કાબૂ મેળવવા માટે મોરબી ફાયર વિભાગની ૪ ટીમો ઘટનાસ્થળે પહોંચીને પાણીનો સતત મારો ચલાવી રહી છે. પરિસ્થિતિને જોતા મદદ માટે રાજકોટથી ૨ અને વાંકાનેરથી ૧ ફાયર ટીમ પણ રફાળેશ્વર રવાના કરવામાં આવી છે. હાલ ફાયરબ્રિગેડના જવાનો આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

