ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો કૂલ ૧૯૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત શહેરમાં ૧૪.૦૯ ઈંચ પડ્યો હતો. જેના કારણે સુરત શહેર જળમગ્ન થયું હતું.

gujarat rain surat

ગુજરાતમાં ચોમાસું બરોબર જામ્યનં છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો કૂલ ૧૯૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત શહેરમાં ૧૪.૦૯ ઈંચ પડ્યો હતો. જેના કારણે સુરત શહેર જળમગ્ન થયું હતું.

Gujarat Floods: 6 Days of Rain Batter Coastal Areas | Monsoon Mayhem

૨૪ કલાકમાં ૧૯૫ તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ૦૭-૦૭-૨૦૨૬, સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને ૦૮-૦૭-૨૦૨૬, સવારે ૦૬:૦૦ વાગ્યા દરમિયાન ૨૪ કલાકમાં ગુજરાતના ૧૯૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતમાં નોંધાયો હતો. આ ઉપરાંત નવસારી, વલસાડ, તાપીમાં પણ અતિ ભારે વરસાદ નોંધાયો હતો.

Heavy rain fills half of Gujarat's dams: 3 weather systems active; IMD  issues red and orange alerts in multiple districts for next three days

ગુજરરાતના છ તાલુકામાં ૧૦ ઈંચ કરતા વધારે વરસાદ

ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર પ્રમાણે ૨૪ કલાકમાં ગુજરાતના ૧૯૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં ૬ તાલુકા એવા છે જ્યાં ૧૦ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.  

"2 Hours Rain, 20 Km Jam": Gurugram Choked Again, Opposition Targets BJP

તાલુકો

વરસાદ (ઈંચમાં)

પલસાણા

૧૮.૧૯

કામરેજ

૧૭.૪

નવસારી

૧૫.૨૮

સુરત શહેર

૧૪.૦૯

કપરાડા

૧૨.૬૮

જલાલપોર

૧૧.૦૨

Gujarat continues to receive heavy rainfall; Surat records highest downpour  | Gujarat Samachar

૧૪ ઈંચ વરસાદ સાથે સુરત શહેર બન્યું જળમગ્ન

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે વરસાદ સુરત જિલ્લા અને શહેરમાં નોંધાયો હતો. ૨૪ કલાકમાં સુરત શહેરમાં ૧૪.૦૯ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે સુરત શહેર જળબંબાકાર થયું હતું. સુરત શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થતા સ્લમ વિસ્તારથી લઈ પોશ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો બીજી તરફ વરસાદી પાણી દુકાનો અને ઘરમાં ઘૂસી જતા કેટલું નુકસાન થયું તેનો આંક તો પાણી ઓસર્યા બાદ જ સામે આવશે. 

Rains flood Nadiad-Siddhpur roads Surat underpass turns into swimming pool  Ahmedabad societies waterlogged farmers suffer crop loss

સુરતે વરસાદનો ૮૫ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

મળતી માહિતી પ્રમાણે સુરતે ૧૦૪૧ માં જુલાઈ મહિનામાં નોંધાયેલા ૧૮ ઇંચ વરસાદનો ૮૫ વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. શહેરનો એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાં પાણી ભરાયું ન હોય. ફસાયેલા લોકોને ગળાડૂબ પાણીમાંથી બહાર કાઢવા માટે દરેક વિસ્તારમાં ટ્રેક્ટર અને ડમ્પરનો ઉપયોગ કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *