ઈરાને બહેરીનમાં અમેરિકન સૈન્ય ઠેકાણે મિસાઈલો વરસાવી

‘તમે હુમલા કરશો તો અમે છોડી દેવાના નથી…’

Iran targets sites in Bahrain, Kuwait after wave of US strikes

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર મોટાપાયે યુદ્ધ શરૂ થઇ ગયું છે. આ સૌની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે કોઈ ડીલ કરવાનો ઈનકાર કરી દીધો છે ત્યારબાદથી ઈરાનના અનેક ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યાની માહિતી મળી રહી છે. ત્યારે ઇરાને પણ હવે વળતો પ્રહાર કરતા અમેરિકાની શાન ઠેકાણે લાવી છે.

Qalibaf reelected as Iran's parliament speaker, Fars says | Reuters

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગલીબાફે કહ્યું કે અમેરિકા અમારી વાત સાંભળી લે, જો તે હુમલા કરશે તો તેને જડબાતોડ જવાબનો સામનો કરવો પડશે. અમારા શહીદોનો સંઘર્ષ વ્યર્થ નહીં જાય. હોર્મુઝ તો ઈરાનની મરજીથી જ ચાલશે તેમાં અમેરિકાની દખલ નહીં ચલાવી લેવાય.

Iran strikes US bases after fresh American attacks - Daily Times

અમેરિકાના હુમલાના જવાબમાં ઇરાને બહેરીનમાં અમેરિકાની ફિફ્ટ ફ્લિટ પર મિસાઇલોનો વરસાદ કરી દીધો હતો. જેમાં અમેરિકાને મોટું નુકસાન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બહેરીનમાં અનેક જગ્યાએ વિસ્ફોટો થવાની માહિતી સામે આવી છે. ઈરાને એક વીડિયો શેર કરી હોર્મુઝમાં અમેરિકન ડ્રોન MQ-૯ ને ઠાર મારવાનો પણ દાવો કર્યો છે.

Iranian strike targets US base in Bahrain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *