અમેરિકાના ૫૦ હજાર સૈનિકો ઍલર્ટ પર!

૫ કલાકમાં ૬ શહેરો પર હુમલા… 

5 કલાકમાં 6 શહેરો પર હુમલા... અમેરિકાના 50 હજાર સૈનિકો ઍલર્ટ પર! મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ફરી શરૂ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ઘાતક સ્તરે પહોંચી ગયું છે. અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે ઈરાનના ૬ થી વધુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. અમેરિકાની આ એર સ્ટ્રાઈક અંદાજે ૫ કલાક સુધી ચાલી હતી. બીજી તરફ, ઈરાને પણ આ હુમલાનો જડબાતોડ જવાબ આપતા અમેરિકાના અનેક સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા છે. આ ભીષણ જંગની સીધી અસર વૈશ્વિક બજાર પર પણ જોવા મળી રહી છે, જેના કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ફરી એકવાર વધારો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ ૨ % નો વધારો નોંધાયો છે.

US Uses Drone Boats in Combat for First Time, Targets Iranian Naval Base And Submarine | Times Now

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ જણાવ્યું કે, ૧૩ જુલાઈની રાત્રે ઈરાન વિરુદ્ધ પાંચ કલાક સુધી એક મોટું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન અમેરિકી સેનાએ ઈરાનના બુશેહર, ચાબહાર, જાસ્ક, કોનાર્ક, અબુ મુસા અને બંદર અબ્બાસ સહિતના અનેક સૈન્ય ઠેકાણા પર સટીક હુમલા કર્યા હતા. અમેરિકાનો દાવો છે કે, આ હુમલા ઈરાનની ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ અને ડ્રોન ઠેકાણાઓને તબાહ કરવાના હેતુથી કરવામાં આવ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે, વર્તમાન સમયમાં મિડલ ઈસ્ટમાં ૫૦,૦૦૦ થી વધુ અમેરિકી સૈનિકો તહેનાત છે.

Middle East live: US strikes Iran for third night as Trump says deal still 'possible' - France 24

ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી) એ દાવો કર્યો છે કે તેણે બહેરીન સ્થિત અલ-જુફૈર બેઝ પર હથિયાર ભંડાર, સેટેલાઈટ કોમ્યુનિકેશન સેન્ટર અને અમેરિકી સૈનિકો સાથે જોડાયેલી એક બિલ્ડિંગને નિશાન બનાવી છે. આ ઉપરાંત આરજીસી એ અમેરિકાના અત્યાધુનિક એમક્યુ-૧ ડ્રોનને પણ તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે.

Iran takes responsibility for airstrikes in Oman and Bahrain

આ વધતા જતા સૈન્ય સંઘર્ષની સીધી અસર વૈશ્વિક તેલ બજાર પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને અંદાજે ૮૫ ડૉલર પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત લગભગ ૮૦ ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. બજારમાં તેલના ભાવમાં એક મહિનાની સર્વોચ્ચ સપાટી સુધીનો ઉછાળો નોંધાયો છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠો અને મોંઘવારી અંગે ચિંતાઓ વધી ગઈ છે.

US Strikes Iran Again; Hormuz Strait Tanker Attack Claims Indian Sailor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *