નોએડામાં બિલ્ડિંગમાં ભયાનક આગ

ઉત્તર પ્રદેશના નોઈડામાં વાહન ચાર્જિંગ વખતે બ્લાસ્ટ થતા પાંચ માળની બિલ્ડિંગમાં ભયાનક આગ લાગી છે. બિલ્ડિંગમાં કુલ ૫૦ પરિવારો રહે છે. આ કરુણ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને અત્યાર સુધીમાં કુલ ૧૦૦ થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની કુલ સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ બાજુની બિલ્ડિંગમાં સીડીનો સહારો લઈને અનેક લોકોના જીવ બચાવ્યા છે.

VIDEO : નોએડામાં બિલ્ડિંગમાં ભયાનક આગ, બેના મોત, વાહન ચાર્જિંગ વખતે બની ઘટના, 100ને બચાવાયા

પ્રાથમિક અહેવાલો મુજબ, નોઈડા સેક્ટર ૬૬ ના મામૂરા ગામમાં આવેલી એક પાંચ માળની બિલ્ડિંગમાં બુધવારે બપોરે આગ લાગી હતી. બિલ્ડિંગના પહેલા માળે પાર્કિંગમાં ઈલેક્ટ્રીક સ્કૂટી ચાર્જિંગમાં મૂકેલી હતી, જેમાં સ્પાર્ક થતા વિસ્ફોટ થયો હતો અને જોતજોતામાં આખી બિલ્ડિંગમાં આગ ફેલાઈ ગઈ હતી. ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં બિલ્ડિંગના લોકો જીવ બચાવવા માટે વાંસની સીડીના સહારે બીજી બિલ્ડિંગમાં જતા જોવા મળી રહ્યા છે. ઘટનામાં બે લોકોના મોત થયા હોવાની અને એક યુવતી તેમજ એક બાળક ગંભીર રીતે દાઝ્યા હોવાની વિગતો સામે આવી છે.

Smoke was coming out from the roof of the house.

આગની ઘટનામાં પાર્કિંગમાં પાર્ક કરેલા અનેક વાહનો પણ સળગીને ખાખ થઈ ગયા છે. પાર્કિંગમાં ઘટના બની હોવાથી આગ અને તેનો ધુમાડો બિલ્ડિંગના સીડીવાળા ભાગ સુધી પહોંચી ગયા હતા, જેના કારણે લોકો નીચે ઉતરી શક્યા નહોતા અને જીવ બચાવવા ઉપર તરફ ભાગ્યા હતા. ત્યાંથી તેઓ સીડીના સહારે જીવના જોખમે બાજુની બિલ્ડિંગની બાલ્કનીમાં પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને ૧૦૦ થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

પાર્કિંગમાં લાગેલી આગ પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી. આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતા અને તેનો ઝેરી ધુમાડો આખી બિલ્ડિંગમાં ફેલાતા અફરાતફરી મચી ગઈ હતી. ધુમાડાના કારણે બે લોકો ગૂંગળાઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની તાત્કાલિક નોંધ લઈને પીડિતોને તમામ શક્ય મદદ કરવા અધિકારીઓને આદેશ આપ્યા છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ તહેનાત કરી દેવાઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Fire broke out on the ground floor of the building while electric scooters were charging. Several vehicles were destroyed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *