અદાણીએ સીએનજી ના ભાવ કર્યો વધાર્યો

સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો બોજ આવી પડ્યો છે. ગ્લોબલ એનર્જી માર્કેટમાં ક્રૂડ ઓઈલ અને ગેસની કિંમતોમાં થયેલા ઉછાળાને પગલે સરકારી ઓઈલ કંપનીઓએ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૩ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. આ આંચકાની વચ્ચે જ અમદાવાદ સહિત ગુજરાતના વાહનચાલકો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે, જ્યાં અદાણી ગેસ દ્વારા પણ સીએનજી ના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

Breaking News: અદાણી CNGના ભાવમાં વધુ ₹2નો વધારો, દર 88.02 રૂપિયા પર  પહોંચ્યો - Gujarati News | Ahmedabad cng price hike adani cng rate increase  88 rupees gujarat fuel news - TV9 Gujarati

પેટ્રોલ અને ડીઝલના ભાવ તો ક્યારનાય ૧૦૦ રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે, પરંતુ હવે મધ્યમ વર્ગના વાહનચાલકો માટે આશીર્વાદ સમાન ગણાતો સીએનજી (સીએનજી) ગેસ પણ મોંઘોદાટ બન્યો છે. અદાણી ગેસ દ્વારા આજે સીએનજીની કિંમતમાં ૨ રૂપિયાનો વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે અમદાવાદમાં અદાણી સીએનજીનો નવો ભાવ પ્રતિકિલો ૯૦.૦૨ રૂપિયા પર પહોંચી ગયો છે. પેટ્રોલ-ડીઝલની જેમ હવે સીએનજી વાપરવો પણ સામાન્ય લોકોના બજેટ બહાર જઈ રહ્યો છે.

દૂધ, પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ મોંઘો થયો! અદાણીએ એક ઝાટકે વધારી દીધો આટલો  ભાવ - adani cng price increases rs 2-25 ahmedabad | - News18 Gujarati

દેશનાં તમામ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલ અને હવે સીએનજીના પણ ભાવ જે રીતે ભડકે બળી રહ્યા છે. ત્યારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની અને આગામી દિવસોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની આશંકા સેવાઈ રહી છે. ફરી એકવાર મોંઘવારી સામાન્ય નાગરિકોને પરેશાન કરે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *