અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. આ વર્ષે ગુપ્ત નવરાત્રિ ૧૫ જુલાઈથી શરૂ થઈ છે અને ૨૩ જુલાઈ સુધી ઉજવાશે. ચૈત્ર અને શારદીય નવરાત્રિની જેમ જ ગુપ્ત નવરાત્રિ પણ શક્તિની ઉપાસના માટે અત્યંત શુભ સમય માનવામાં આવે છે. આ દરમિયાન માતાની આરાધના અને કેટલાક વિશેષ ઉપાયો કરવાથી જીવનની અનેક સમસ્યાઓમાંથી રાહત મળતી હોવાની ધાર્મિક માન્યતા છે.

જીવનસાથી મળવાની માન્યતા
જો લગ્નમાં વારંવાર અડચણો આવી રહી હોય, સારો સંબંધ નક્કી ન થતો હોય અથવા નક્કી થયેલા લગ્ન તૂટી જતા હોય, તો ગુપ્ત નવરાત્રિના બાકીના દિવસોમાં કેટલાક ખાસ ઉપાયો કરી શકાય છે. જ્યોતિષીય માન્યતા મુજબ દરરોજ સાંજે માતા કાત્યાયની સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી “कात्यायनी महामाये महायोगिन्यधीश्वरी” મંત્રનો ઓછામાં ઓછી એક માળા જેટલો જાપ કરવો શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન શિવ અને માતા પાર્વતીને હળદરની ગાંઠ અર્પણ કરવાથી યોગ્ય જીવનસાથી મળવાની માન્યતા છે. લાંબા સમયથી લગ્નમાં વિઘ્નો આવતા હોય તો દુર્ગા સપ્તશતીના અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો તેમજ પરણિત મહિલાઓને સિંદૂર, બંગડીઓ, મહેંદી, લાલ ચુંદડી અને શણગારની સામગ્રીનું દાન કરવું પણ શુભ ગણાય છે.

લગ્નમાં આવતી અડચણો
ગુપ્ત નવરાત્રિના અંતિમ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમાની આસપાસ સાત ફેરા પવિત્ર દોરાથી કરાવી સુખદ દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ઉપાયો લગ્નમાં આવતી અડચણો દૂર કરવામાં મદદરૂપ બની શકે છે.

વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
