સતત ૯ મી રાતે અમેરિકાએ ઈરાન પર કર્યા ભીષણ હુમલા

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે અત્યંત ભયાનક મોડ પર પહોંચી ગયો છે. અમેરિકન પ્રમુખના સીધા નિર્દેશ હેઠળ અમેરિકન સેનાના સેન્ટ્રલ કમાન્ડ એ સતત ૯મી રાત્રે ઈરાન પર તીવ્ર એરસ્ટ્રાઈક કરી છે. સેન્ટકોમના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ માં કોમર્શિયલ જહાજો અને નાગરિક નાવિકો પર હુમલો કરવાની ઈરાનની સૈન્ય ક્ષમતાઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાના હેતુથી આ મોટો મોરચો ખોલવામાં આવ્યો છે.

Iran: At least 50 dead, 500 Injured in New Escalations with US - The  Financial World

અમેરિકન ફાઈટર જેટ્સ અને મિસાઈલોએ ઈરાનના ઉત્તર-પશ્ચિમી શહેર તબરીઝ સહિત અનેક મહત્વના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ઈરાની મીડિયા અને મેહર ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, દક્ષિણ પ્રાંત હોરમઝગાન, બુશેહર અને દક્ષિણ-પૂર્વ સ્થિત ચાબહારમાં પણ મોટા વિસ્ફોટો સંભળાયા છે. આ હુમલાઓ બાદ કોનાર્ક વિસ્તારમાં ઈરાની એર ડિફેન્સ સિસ્ટમ ત્વરિત સક્રિય કરી દેવામાં આવી હતી.

Irans Mojtaba Khamenei Closes Strait of Hormuz | Oil Chokepoint

આ ભીષણ ગોળીબાર વચ્ચે બ્રિટિશ નૌકાદળે ચિંતાજનક માહિતી આપી છે કે ઓમાનના દરિયાકિનારા નજીક હોર્મુઝ સ્ટ્રેટમાં એક મોટા વેપારી જહાજમાં ભીષણ આગ લાગી છે અને તે ધૂ-ધૂ કરીને સળગી રહ્યું છે. જોકે, આ ઘટના માટે કોણ જવાબદાર છે તે હજુ સ્પષ્ટ થયું નથી. બીજી તરફ, બહેરીનની રાજધાની મનામા સ્થિત અમેરિકી દૂતાવાસે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. ઈરાન દ્વારા મનામાના કેટલાક વિસ્તારોને નિશાન બનાવવાની આશંકાને પગલે તમામ અમેરિકન નાગરિકોને અત્યંત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

US death toll climbs as Iran war expands

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *