૨૭ જુલાઈએ શનિ મીન રાશિમાં થશે વક્રી

Shani Dev Hanumaan Story How to offer mustard oil to Shani Dev Know story  of Hanuman Ji behind this हनुमान जी ने जब शनि देव को पूंछ में लपेटा, ऐसे  शुरू हुई

૨૭ જુલાઈની મધરાતે ૦૧:૨૫ વાગ્યે શનિ મહારાજ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી પાર્થ હરેશભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ શનિને કર્મ અને ન્યાયના કારક ગ્રહ માનવામાં આવે છે. શનિ વ્યક્તિને તેના કર્મો અનુસાર જ શુભ કે અશુભ ફળ આપે છે.

Shani Sade Sati 2026: મીન રાશિમાં શનિનું ગોચર, આ રાશિઓ પર સાડાસાતી અને  ઢૈય્યાનું અસર રહેશે ચાલુ! | - News18 Gujarati

સાવચેતી રાખવાની સલાહ

શનિની ગતિ ધીમી હોવાથી તેઓ એક રાશિમાં અંદાજે અઢી વર્ષ સુધી રહે છે. શનિની સાડાસાતી અથવા અઢી વર્ષની પનોતી દરમિયાન વ્યક્તિને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે. હાલ કુંભ, મીન અને મેષ રાશિના જાતકો પર સાડાસાતી ચાલી રહી છે, જ્યારે સિંહ અને ધન રાશિના જાતકો પર અઢી વર્ષની નાની પનોતીનો પ્રભાવ છે. તેથી આ રાશિના લોકોએ ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. જ્યોતિષ મુજબ શનિના વક્રી થવાથી દેશ-દુનિયામાં પણ કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ બની શકે છે. ભારે વરસાદ, પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આફતો ઉપરાંત રાજકીય ઉથલપાથલ, મોટા ન્યાયિક નિર્ણયો અથવા સામાજિક તણાવ જેવી પરિસ્થિતિઓ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Hetal Dabhi - 1600x900 (3)

હનુમાન ચાલીસાના પાઠ કરવા

શનિના અશુભ પ્રભાવથી રાહત મેળવવા માટે શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા, પીપળાના વૃક્ષને કાળા તલ મિશ્રિત જળ અર્પણ કરવું, શનિદેવને તલનું તેલ ચઢાવવું તેમજ ‘દશરથકૃત શનિ સ્તોત્ર’નો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. જરૂરિયાતમંદ અને વૃદ્ધોની સેવા કરવાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

Why Is Hanuman Ji Worshipped to Be Saved from the Negative Effects of Shani  Dev?

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *