હવામાન વિભાગની આગાહી

ગુજરાતના અનેક જિલ્લામાં આગામી ૫ દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ

Looking for .GIF image of the weather! - Support - Facer Community

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી ૨૭ જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી કરી છે. જેમાં ૨૫-૨૬ જુલાઈના રોજ મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય ૧૫ થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે, ૨૨ જુલાઈએ સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૧૨૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં ૧૧ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, 2 કેન્દ્રશાસિત પ્રદેશ અને 18 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે ગુરુવારે(૨૩ જુલાઈ) સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલમાં રેડ ઍલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ભરુચ, સુરત, ભાવનગર, અમરેલી, બોટાદમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચોમાસું ગતિ પકડશે કે પડશે વરસાદી ઝાપટા? હવામાન વિભાગની આગાહી | - News18 Gujarati

૨૪ જુલાઈની આગાહી

રેડ ઍલર્ટ: મહીસાગર અને દાહોદ.

ઑરેન્જ ઍલર્ટ: સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર.

યલો ઍલર્ટ: વાવ-થરાદ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ.

Heavy to very heavy rain forecast in South Gujarat | Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

૨૫ જુલાઈની આગાહી

ઑરેન્જ ઍલર્ટ: સાબરકાંઠા, અરવલ્લી.

યલો ઍલર્ટ: વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ.

Animated weather icons - Alex Fedotov

૨૬-૨૭ જુલાઈની આગાહી

આગામી ૨૬-૨૭ જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી.

69 Jay Shree Krishna In Gujarati ideas | gujarati status, janmashtami quotes in gujarati, night wishes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *