ટ્રમ્પે ભારત સહિત ૬૦ દેશો પર ૧૦ થી ૧૨.૫ % ટેરિફ ઝીંક્યો
![]()
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને વેપાર નીતિમાં મોટો ફેરબદલ કરતા ભારત સહિત વિશ્વના ૬૦ દેશો પર ૧૦ % થી લઈને ૧૨.૫ % સુધીનો નવો ઇમ્પોર્ટ ટેરિફ (આયાત જકાત) લાદવાની જાહેરાત કરી છે. અમેરિકી તંત્રના જણાવ્યા અનુસાર, બંધુઆ મજૂરી થી બનતા સામાન પર યોગ્ય પ્રતિબંધ અને તેનો કડક અમલ ન કરવા બદલ આ પગલું લેવામાં આવ્યું છે.
ફેડરલ રજિસ્ટર નોટિસ અનુસાર, આ નવો ટેરિફ શુક્રવારે રાત્રે ૧૨.૦૧ વાગ્યે EDT (ભારતીય સમય મુજબ શનિવારે સવારે ૦૯.૩૧ વાગ્યે) થી લાગુ થઈ જશે, જે આ સમયે જ પૂરા થઈ રહેલા અસ્થાયી ૧૦ % ગ્લોબલ ટેરિફનું સ્થાન લેશે.
નવી નીતિ હેઠળ ભારતને ૧૦ % ના ટેરિફ સ્લેબમાં રાખવામાં આવ્યું છે. ભારત ઉપરાંત બ્રિટન, કેનેડા, મેક્સિકો, આર્જેન્ટિના, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા ૧૮ દેશો પર ૧૦ % જકાત લાગશે.

બીજી તરફ, યુરોપિયન યુનિયન (EU), જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન અને સ્વિટ્ઝરલેન્ડ પર ૧૦ % થી ૧૨.૫ % નો સંયુક્ત ટેરિફ લાગુ થશે, જ્યારે ચીન સહિત બાકીના ૩૮ દેશોએ ૧૨.૫ % નો ટેરિફ ચૂકવવો પડશે.

