ગુજરાતમાં રેડ એલર્ટ સાથે દેશના ૧૭ રાજ્યોમાં ભારે વરસાદનું સંકટ

દેશભરમાં ૨૫/૦૭/ ૨૦૨૬ ના રોજ થનારી ભારે અને અતિભારે વરસાદની આશંકા વિશે માહિતી આપવામા આવી છે. હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત સહિત ૧૭ રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Rain red alert: Intense monsoon to flood Gujarat, heavy downpour to hit  Rajasthan - India Today

મેઘરાજાની દે દનાદન બેટિંગ, ગુજરાતમાં રેડ એલર્ટ સાથે દેશના ૧૭ રાજ્યોમાં ભારે વરસાદનું સંકટ

ભારતભરમાં હાલ ચોમાસું સક્રિય થઈ ગયું છે, જેના કારણે દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે. વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટો છુટકારો મળ્યો છે. પરંતુ બીજી તરફ જમ્મુ-કાશ્મીર, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તર ના રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.આ દરમિયાન હવામાન વિભાગ (IMD) એ ૨૫/૦૭/૨૦૨૬ માટે વરસાદનું પૂર્વાનુમાન જારી કર્યું છે. IMD અનુસાર ૨૫ ના રોજ દેશના ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

Winds to favour kite enthusiasts, temp to dip in Uttarayan in Gujarat |  Gujarat Samachar

૧૭ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

હવામાન વિભાગ અનુસાર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, અસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.

Latest Surat News (સુરત સમાચાર): વાંચો 24 જુલાઈ ના તાજા સમાચાર દિવ્ય ભાસ્કર  પર

ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ

ગુજરાતમાં સતત થઈ રહેલા મુસળધાર વરસાદથી ભારે તબાહી મચી છે. પૂર જેવી સ્થિતિ સર્જાતા અત્યાર સુધીમાં ૩૮,૬૫૩ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ૫,૫૪૭ થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ અને ખેડા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ લાગુ છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 62% થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

MP Rain Flood Deaths; Surat 19 Fatalities | Ajmer House Collapse

દિલ્હી-એનસીઆર

દિલ્હી-એનસીઆરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ કે છાંટા પડી શકે છે. અહીં મહત્તમ તાપમાન ૩૬°C અને ન્યૂનતમ તાપમાન ૨૪°C રહેવાની શક્યતા છે. ૨૬/૦૭/૨૦૬ ના રોજ પણ વાદળો છવાયેલા રહેશે અને મહત્તમ તાપમાન ૩૬-૩૮°C સુધી પહોંચી શકે છે. ૨૭ July ના રોજ સવારથી બપોર વચ્ચે હળવા વરસાદની સંભાવના છે.

Uttar Pradesh up weather update heavy rain orange alert 26 july forecast  Imd Lucknow Prayagaraj varanasi update video

ઉત્તર પ્રદેશ

IMD એ યુપીના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં ૨૬/૦૭/૨૦૨૬ સુધી અમુક સ્થળોએ વરસાદ થશે, જ્યારે ૨૭ થી ૩૦/૦૭/૨૦૨૬ દરમિયાન લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ પડશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૨૭/૦૭/૨૦૨૬ સુધી છૂટોછવાયો અને ૨૮ થી ૩૦/૦૭/૨૦૨૬ દરમિયાન વ્યાપક વરસાદ થવાની સંભાવના છે.

Yellow alert for 20 districts in Bihar; Heavy rain in Bettiah and Raxaul,  floods and lightning claim 3 lives

બિહાર

૨૫ થી ૨૭/૦૭/૨૦૨૬  વચ્ચે બિહારના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેશે. ત્યારબાદ ૨૭ થી ૨૯/૦૭/૨૦૨૬ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

Heavy rainfall in Jammu and Kashmir has led authorities to release excess  water from the Salal Dam to manage rising reservoir levels. Officials are  closely monitoring the situation as persistent rainfall continues

કાશ્મીર

કાશ્મીરમાં છેલ્લા ૪ દિવસથી સતત રોકાઈ-રોકાઈને થઈ રહેલા વરસાદને કારણે નદી-નાળાઓનું જળસ્તર વધી ગયું છે અને પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે દક્ષિણ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં શુક્રવાર સાંજથી હવામાન સુધરવાની આશા છે. ત્યારબાદ ૨૮ થી ૩૧/૦૭/૨૦૨૬ વચ્ચે ફરી વરસાદ થવાનું પૂર્વાનુમાન છે.

Udaipur Lasadiya Records Heavy Rainfall | Rajasthan Red Alert Issued

રાજસ્થાન

રાજસ્થાનમાં પણ ચોમાસું પૂરી રીતે સક્રિય છે. છેલ્લા ૨૪ કલાકમાં અનેક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થયો છે. આગામી દિવસોમાં અજમેર, કોટા, જોધપુર અને ઉદયપુર વિભાગમાં મધ્યમથી અતિભારે વરસાદ થઈ શકે છે. જયપુર, ભરતપુર અને બીકાનેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *