ગુજરાતના ૨૫૫ માંથી ૨૫૩ તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ નોંધાયો હતો. જેમાં પાટણના સાંતલપુરમાં સૌથી વધુ ૧૨.૨૫ ઈંચ જ્યારે પાટણના રાધનપુરમાં ૯.૫૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે એક જ દિવસમાં ૩૦૭૩૬ સ્થળાંતર જ્યારે ૩ હજારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા હજુ આવતીકાલે ૭ જિલ્લામાં રેડ જ્યારે ૧૫ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

કયા તાલુકામાં વધારે વરસાદ?
-
સાંતલપુર (પાટણ) – ૧૨.૨૫ ઈંચ
-
રાધનપુર (પાટણ) – ૯.૫૦ ઈંચ
-
ભાભર (વાવ થરાદ) – ૭.૧૫ ઈંચ
-
દાંતીવાડા (બનાસકાંઠા) – ૭.૦૦ ઈંચ
-
દિયોદર (વાવ-થરાદ) – ૬.૭૫ ઈંચ
-
મહેમદાવાદ (ખેડા) – ૬.૭૦ ઈંચ
-
થાનગઢ (સુરેન્દ્રનગર) – ૬.૫૦ ઈંચ
-
વાંકાનેર (મોરબી) – ૬.૫૦ ઈંચ
-
નડિયાદ (ખેડા) – ૫.૫૦ ઈંચ
-
ધનસુરા (અરવલ્લી) – ૪.૫૦ ઈંચ
-
ખેરાલુ (મહેસાણા) – ૪.૫૦ ઈંચ
-
હડાદ (બનાસકાંઠા) – ૪.૫૦ ઈંચ
-
આગથળા (બનાસકાંઠા) – ૪.૫૦ ઈંચ
-
દહેગામ (ગાંધીનગર) – ૪.૨૫ ઈંચ
-
વિરપુર (મહીસાગર) – ૪.૦૦ ઈંચ

છેલ્લા ૨૪ કલાકમાં વલસાડમાંથી સૌથી વધુ ૧૪૦૮૩, નવસારીમાંથી ૧૨૩૬૭, સુરતમાંથી ૨૮૧૦, અમદાવાદમાંથી ૪૧૭ લોકો પાણીમાં ફસાયેલા હોવાથી અન્યત્ર સ્થળાંતર કરવું પડ્યું હતું. એક દિવસમાં વલસાડમાંથી ૨૬૬૫ વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું હતું. ૧ જૂન ૨૦૨૬ થી ૨૩ જુલાઈ ૨૦૨૬ દરમિયાન રાજ્યના ૪૦૬૬૫ વ્યક્તિનું સ્થળાંતર કરાયું છે જ્યારે ૬૭૬૬ નું રેસ્ક્યુ કરાયું છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું વધારે પ્રભુત્વ રહ્યું હતું. પાટણના સાંતલપુરમાં ૧૨.૨૫ ઈંચ, પાટણના રાધનપુરમાં ૯.૫૦, વાવ-થરાદમાં ૭.૧૫ ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં ૭ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ભારે વરસાદને પગલે ગુજરાતનું જનજીવન ખોરંભે ચડ્યું છે. હાલ રાજ્યના ૧૨૦૪ રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે, જેમાં વલસાડ જિલ્લાના સૌથી વધુ ૪૬૧ રોડનો સમાવેશ થાય છે. હાલ જે રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે તેમાં ૩૦ સ્ટેટ હાઈવે, ૧૧૧૯ પંચાયત માર્ગ, ચાર નેશનલ હાઈવે, ૩ NHAI જ્યારે ૪૮ અન્ય માર્ગનો સમાવેશ થાય છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો નવસારીમાં ૨૪૮, સુરતમાં ૨૪૪, તાપીમાં ૧૯૦, ડાંગમાં ૧૯, સુરેન્દ્રનગરમાં ૧૧, અમદાવાદના ૮ હાઈવેનો સમાવેશ થાય છે.
![]()
વરસાદથી ૪૦૯૫ ગામડામાં અંધારપટ છવાયો હતો. આ પૈકી ૩૭૬૨ ગામડામાં વીજપુરવઠો પૂર્વવત થયો છે અને ૩૩૩ માં હજુ અંધારપટ છે. ૮૨૦૭ ફીડર્સ, ૭૮૮૨ પોલ્સ અને ૪૦૯ ટ્રાન્સફોર્મેશન સેન્ટરને ભારે વરસાદથી નુકસાન થયેલું છે.

ગુજરાતના મોટાભાગના સ્થળે વરસાદને પગલે જળસ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. હાલ ૧૦ જળાશયો છલોછલ છે જ્યારે ૧૫ જળાશયો હાઈએલર્ટ હેઠળ છે. ગુજરાતના ૨૦૭ જળાશયોમાં હાલ સરેરાશ ૫૨.૭૨ % જળસ્તર છે. જેમાં દક્ષિણ ગુજરાતમાંથી પાંચ જ્યારે સૌરાષ્ટ્રમાંથી પાંચ એમ ૧૦ જળાશયો સંપૂર્ણ ૧૦૦ % ભરાયા છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૩૯.૮૯ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૨૩.૮૯ %, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૪.૮૦ %, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૮.૭૨ %, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૮.૫૩ % જળસ્તર છે. રાજ્યના ૨૪ જળાશયોમાં ૭૦ % થી ૧૦૦ %, ૨૨ જળાશયોમાં ૫૦ % થી ૭૦ %, ૫૦ જળાશયોમાં ૨૫ % થી ૫૦ % જળસ્તર છે જ્યારે ૧૦૦ જળાશયમાં જળસ્તર ૨૫ % થી ઓછું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ ૬૮.૩૩ % જળસ્તર છે.વરસાદનું એલર્ટ:

રેડ એલર્ટ: મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર.
ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ

![]()