મીરાબાઈ ચાનુએ રચ્યો ઇતિહાસ

ભારતની સ્ટાર વેઇટલિફ્ટર અને ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે. ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની ૪૮ કિગ્રા વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરતાં મીરાબાઈએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ જીત સાથે તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રણ ગોલ્ડ મેડલ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.

મીરાબાઈ ચાનુની આ જીત સાથે સતત ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું રાષ્ટ્રગીત ગુંજ્યું છે. તેમની આ ઐતિહાસિક સિદ્ધિથી ભારતીય રમતજગતમાં ખુશીની લહેર ફરી વળી છે.

HAT-TRICK! Mirabai Chanu wins India's first gold at CWG 2026; breaks Games  record

૮૫ કિગ્રા વજન ઉપાડીને બનાવ્યો નવો રેકોર્ડ

મહિલાઓની ૪૮ કિગ્રા કેટેગરીમાં મીરાબાઈ ચાનુએ કુલ ૮૫ કિગ્રા વજન ઉપાડીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. સ્પર્ધા દરમિયાન તેમણે પ્રથમ ૮૨ કિગ્રા વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ પોતાના ત્રીજા પ્રયાસમાં ૮૫ કિગ્રા વજન સફળતાપૂર્વક ઉપાડીને પોતાનો જ રેકોર્ડ વધુ સુધાર્યો હતો.

Rajnath Singh, VP Radhakrishnan congratulate Mirabai Chanu on CWG gold in  Glasgow 2026

આ પ્રદર્શન સાથે મીરાબાઈએ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત, કોમનવેલ્થ દેશના કોઈ ખેલાડી દ્વારા વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને ધ્યાનમાં લેતાં પણ આ એક ઐતિહાસિક રેકોર્ડ તરીકે જોવામાં આવી રહ્યો છે.

CWG 2026 | Mirabai Chanu wins India's first gold in weightlifting;  Rishikanta Singh takes silver

પ્રથમ પ્રયાસમાં મળી નિષ્ફળતા

જો કે, મીરાબાઈ ચાનુ માટે આ સફર સરળ રહી નહોતી. ૮૨ કિગ્રા વજનના પ્રથમ પ્રયાસમાં તેઓ સફળ થઈ શક્યા નહોતા. બારબેલને માથા ઉપર સુધી ઉઠાવ્યા બાદ તેઓ સંપૂર્ણ રીતે સીધા ઊભા રહી શક્યા નહોતા અને સંતુલન ગુમાવતા વજન નીચે મૂકવું પડ્યું હતું.

InPics | An emotional Mirabai Chanu fought back tears as the Indian  national anthem played after she clinched gold in the women's 48kg  weightlifting event at the Commonwealth Games 2026 in Glasgow.

પરંતુ આ નિષ્ફળતા બાદ મીરાબાઈએ જોરદાર વાપસી કરી. બીજા પ્રયાસમાં ૮૨ કિગ્રા વજન સફળતાપૂર્વક ઉપાડીને રેકોર્ડ બનાવ્યો અને ત્યારબાદ ત્રીજા પ્રયાસમાં ૮૫ કિગ્રા વજન ઉપાડી વધુ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો.

EXCLUSIVE | 'I Wanted To Do Something For India': Mirabai Chanu After  Historic CWG Gold Hat-Trick | Times Now

મીરાબાઈ ચાનુના આ શાનદાર પ્રદર્શનથી ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે અને તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની ગોલ્ડન હેટ્રિક પૂર્ણ કરીને ભારતીય રમતગમતના ઇતિહાસમાં વધુ એક યાદગાર અધ્યાય ઉમેર્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *