ડિસેમ્બર સુધી આ ૪ રાશિઓના જાતકોને મળશે જબરદસ્ત સફળતા, નાણાકીય તંગી પણ થશે દૂર

કેતુ અત્યારે મઘા નક્ષત્રમાં છે. રાશિની વાત કરીએ તો કેતુ અત્યારે સિંહ રાશિમાં છે. કેતુના ગોચરને સમજતા પહેલાં આપણે કેતુની પ્રકૃતિને સમજવી પડશે. આપણે જાણવું પડશે કે કેતુ કઈ બાબતોના કારક છે અને કેતુની હાલની સ્થિતિ કેવી છે. કેતુ અને રાહુ બંને છાયા ગ્રહ છે, પરંતુ કેતુ મોક્ષ, વૈરાગ્ય એટલે કે અલગ કરાવવું, એકલા કરી દેવું, વિયોગના કારક છે. આવા વ્યક્તિને ગૂઢ જ્ઞાન અને આધ્યાત્મિકતાના કારક પણ કહેવામાં આવે છે. કેતુ વિશે એવું કહેવાય છે કે તે તમને તમામ ભૌતિક ચીજોથી દૂર કરે છે. જો તમારા જીવનમાં કોઈ ઘટના અચાનક બને છે તો તેનું કારણ પણ કેતુ જ હોય છે. તમારા પૂવજન્મમાં તમે કયા કર્મો કર્યા હતા અને તમારી યાત્રાઓ માટેના કારક પણ કેતુને જ માનવામાં આવે છે. અત્યારે કેતુની વાત કરીએ તો કેતુ મઘા નક્ષત્રમાં છે. હવે કેતુ આ જ નક્ષત્રમાં રહેશે, ત્યારપછી કેતુ ડિસેમ્બરમાં નક્ષત્ર પરિવર્તન કરશે.

Ketu Transit 2026 : 30 જૂને કેતુ કરશે મઘા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓને મળશે  ધન અને સફળતાના શુભ સંકેત - Gujarati News | Ketu will transit in Magha  Nakshatra on June

મેષ રાશિના જાતકો માટે કેતુનું નક્ષત્ર ગોચર કેવું રહેશે?

જ્યોતિષના જણાવ્યા અનુસાર કેતુ મઘા નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે, તો મેષ રાશિ માટે તેનાથી સારા લાભના યોગ છે. આ રાશિને કેતુના કારણે નાણાકીય તંગી નહીં થાય. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હશે તો તેનાથી પણ છુટકારો મળી જશે.

Ketu Transit 2026 : 30 જૂને કેતુ કરશે મઘા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓને મળશે  ધન અને સફળતાના શુભ સંકેત - Gujarati News | Ketu will transit in Magha  Nakshatra on June

કર્ક રાશિના જાતકો માટે કેતુનું નક્ષત્ર ગોચર કેવું રહેશે?

કર્ક રાશિના જાતકો માટે કેતુનું મઘા નક્ષત્રમાં ગોચર કરવું સારું હોઈ શકે છે. તેનાથી તમને બિઝનેસ અને કરિયરમાં લાભ મળશે.

સિંહ રાશિના જાતકો માટે કેતુનું નક્ષત્ર ગોચર કેવું રહેશે?

કેતુનું મઘા નક્ષત્રમાં ગોચર તમને પ્રોફેસનલ લાઈફમાં સફળતા અપાવશે. પર્સનલ લાઈફમાં થોડી મુશ્કેલીઓ આવશે, પરંતુ કરિયરમાં તમને લાભ મળશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે કેતુનું નક્ષત્ર ગોચર કેવું રહેશે?

વૃશ્ચિક રાશિના જાતકો માટે કેતુનું મઘા નક્ષત્રમાં ગોચર પોઝિટિવિટી લાવશે. તમારું ફસાયેલું ધન જો ક્યાંય અટવાયેલું હશે તો આ સમયગાળા દરમિયાન તમને પાછું મળી શકે છે.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

નોંધ: વિશ્વ સમાચાર એ એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી કે સચોટ છે. વિગતવાર અને વધુ માહિતી માટે, કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતનો સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *