ખેડૂતો માટે ખુશખબર

Pmkisan Rajasthan

કેન્દ્ર સરકારે પીએમ-કિસાન યોજના આગામી ૫ વર્ષ માટે લંબાવી

PM Modi releases ₹18,000 crore under PM-KISAN's 21st installment: 9 crore  small and marginal farmers get ₹2,000 each

દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે એક અત્યંત રાહતજનક અને મોટા સમાચારની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ (પીએમ-કિસાન) યોજનાને આગામી ૫ વર્ષ માટે ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. હવે આ યોજના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ થી લઈને ૨૦૩૦-૩૧ સુધી સતત અમલમાં રહેશે. આ માટે સરકારે ૩.૧૫ લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું બજેટ ફાળવવાનો પ્રસ્તાવ મુક્યો છે.

PM Kisan 19th Installment: ఫిబ్రవరి 24 లోపు రైతులు ఈ పని చేయాలి.. అప్పుడే  రూ. 2000లు వస్తాయి..! | PM Kisan Samman Nidhi: 19th Installment to Be  Disbursed Soon

વાર્ષિક મળશે ₹ ૬,૦૦૦ની આર્થિક સહાય

પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારને દર વર્ષે ૬,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ ૨,૦૦૦ રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવે છે. પાકની સીઝન મુજબ હપ્તાનો સમય નક્કી કરાયો છે, જેથી ખેડૂતોને વાવણી વખતે સમયસર મદદ મળી રહે.

Up Farmer Registry Pm Kisan Update Warning Kisan Samman Nidhi Yojna Surya  Pratap Shahi

₹૩,૧૫,૬૧૪ કરોડનો થશે ખર્ચ

સરકારે આગામી ૫ વર્ષ માટે આ યોજના પાછળ કુલ ૩,૧૫,૬૧૪ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ પગલાથી ખેડૂતોને નિયમિત આવકનો ટેકો મળશે, જેથી તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને ખેતીના અન્ય સાધનો સરળતાથી ખરીદી શકશે અને મોંઘા વ્યાજે લોન લેવામાંથી મુક્તિ મળશે.

Kisan ID for PM Kisan च्या नियमात मोठा बदल, आता 'या' कार्डशिवाय मिळणार  नाहीत पैसे

નાના અને સીમાંત ખેડૂતોને મોટો ફાયદો

યોજનાના મોટાભાગના લાભાર્થીઓ નાના અને સીમાંત ખેડૂતો છે. અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજનાના ૨૩ હપ્તા દ્વારા ૪.૪૭ લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ ચૂકી છે. નીતિ આયોગના મૂલ્યાંકન મુજબ, આ યોજનાથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર સુધારો થયો છે અને તેમની દેવાદારી ઘટી છે. આગામી ૫ વર્ષ સુધી યોજના લંબાવાતા કૃષિ ક્ષેત્રે મોટો આર્થિક ટેકો મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *