ધમકી આપીને ટ્રમ્પનો યુ-ટર્ન: ઈરાન પર હુમલો રોક્યો

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ‘હવે ડિપ્લોમેસીને તક’

Trump postpones Iran energy strikes and claims to have reached 15 points of  agreement | The National

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી છે કે તેહરાન અને મધ્ય પૂર્વના દેશો તરફથી હુમલા રોકવાની અપીલ બાદ, અમેરિકા ઈરાન સામે આયોજિત સૈન્ય કાર્યવાહી સ્થગિત કરવા માટે સહમત થઈ ગયું છે. અમેરિકી પ્રમુખે દાવો કર્યો હતો કે એક સંભવિત કરારનું માળખું (ફ્રેમવર્ક) તૈયાર થઈ ગયું છે. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકા સૈન્ય કાર્યવાહી માટે સંપૂર્ણપણે સજ્જ છે, પરંતુ રાજદ્વારી પ્રક્રિયાને તક આપવા માટે આયોજિત સ્ટ્રાઈક રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Iran responds to Trump's expletive-filled threat; Reports of 45-day  ceasefire talks | SBS News

પ્રમુખ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત કરારમાં બે મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે:
– હોર્મુઝની ખાડી ને તરત જ અને સંપૂર્ણપણે ફરીથી ખુલ્લી કરવી.
– ઈરાનના પરમાણુ ખતરાને કાયમી ધોરણે નાબૂદ કરવો.

Trump faces mounting pressure at home and abroad as he weighs options on  Iran - ABC News

પ્રમુખ ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, “વિશ્વના ભવિષ્ય માટે અને એક શાંતિપૂર્ણ તથા ખુશહાલ ઈરાન જળવાઈ રહે તે હેતુથી, હું હુમલા રોકવા માટે સહમત થયો છું, શરત એ છે કે આપણે ઝડપથી કોઈ નક્કર કરાર પર પહોંચીએ.” તેમણે ઉમેર્યું કે ઇઝરાયલ પણ આ ડિપ્લોમેટિક રસ્તો અપનાવવાના નિર્ણયમાં સાથે છે.

Trump news at a glance: president claims victory in Iran war as US prepares  to deploy more troops | Trump administration | The Guardian

કેમ્પ ડેવિડ ખાતે યોજાયેલી લાઈવ કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે, રાજદ્વારી વાટાઘાટો ચાલુ હોવા છતાં અમેરિકા ઈરાન પર દબાણ જાળવી રાખશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકાનો મુખ્ય હેતુ ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવાનો છે. ઈરાન પાસે પરમાણુ હથિયાર હોઈ શકે નહીં, કારણ કે જો તેમની પાસે પરમાણુ શસ્ત્રો હોત તો મધ્ય પૂર્વમાં અત્યાર સુધી ભારે તબાહી સર્જાઈ ચૂકી હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *