ટ્રમ્પ સરકારનો ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો!

એફ-૧ સ્ટુડન્ટ વિઝામાં ૬૨ % ઘટાડો

અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારતીય અને ચીની વિદ્યાર્થીઓને આપવામાં આવતા એફ-૧ સ્ટુડન્ટ વિઝામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. ‘સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝ’ (CIS)ના તાજેતરના અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૫ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને જારી કરાયેલા એફ-૧ વિઝાની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.

US F-1 student visas for Indians plunge 62% in peak season; Chinese visas  fall 34% - The Statesman

સૌથી મોટો હિસ્સો

અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૫ માં મેથી ઓગસ્ટ દરમિયાન માત્ર ૨૨,૧૪૯ ભારતીય વિદ્યાર્થીઓનેએફ-૧ વિઝા મળ્યા હતા, જ્યારે વર્ષ ૨૦૨૪ ના આ જ સમયગાળામાં ૫૮,૬૯૪ વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા. એટલે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા મંજૂરીમાં લગભગ ૬૨ % નો ઘટાડો નોંધાયો છે. ચીની વિદ્યાર્થીઓ માટે પણ વિઝાની સંખ્યામાં ૩૪ % ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન અમેરિકાની યુનિવર્સિટીઓમાં કુલ ૧૧.૭૭ લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં ભારત અને ચીનના વિદ્યાર્થીઓનો સૌથી મોટો હિસ્સો હતો. નિષ્ણાતોના મતે એફ-૧ વિઝામાં ઘટાડાની સીધી અસર અમેરિકાની ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) યોજના અને શ્રમબજાર પર પણ પડી શકે છે.

US F-1 Visas for Indian Students Drop 69% Before Fall Semester

પ્રસ્તાવ પર પણ વિચાર કરી રહ્યું છે

મીડિયા અહેવાલો મુજબ ટ્રમ્પ પ્રશાસન ગ્રેજ્યુએશન બાદ અમેરિકામાં નોકરી કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી આશરે ૧ લાખ ડોલર (લગભગ ૯૫ લાખ રૂપિયા)ની ફી વસૂલવાના પ્રસ્તાવ પર પણ વિચાર કરી રહ્યું છે. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા નિયમોને વધુ કડક બનાવવાની તૈયારી પણ ચાલી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *