કેજરીવાલની લોકોને અપીલ

ઇ ૨૦ વિવાદ મામલે કેજરીવાલની લોકોને અપીલ

Kejriwal Calls National Town Hall Against E20 Fuel Policy | AAP Protest

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પેટ્રોલ અને ડીઝલમાં ઇથેનલોલના મિશ્રણને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે સરકારે અગાઉ ઇ ૨૦ પેટ્રોલ લાગુ કર્યું છે અને હવે ભવિષ્યમાં તેમાં ૫૦ % સુધી ઇથેનલોલ મિશ્રિત કરવાની યોજના બનાવી રહી છે. સરકાર હાલમાં માત્ર વાતાવરણ શાંત થવાની રાહ જોઈ રહી છે.

At a press conference, Arvind Kejriwal said that the government has made an unsuccessful attempt to stop the town hall by showing fear of police.

કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે સરકારે પહેલા ઇઓં અને ઇ ૧૦ વાળી જૂની ગાડીઓમાં ઇ ૨૦ પેટ્રોલ નંખાવીને તેને નકામી બનાવી દીધી છે. હવે જે લોકો નવી ઇ ૨૦ ગાડીઓ ખરીદી રહ્યા છે, આગામી સમયમાં તેમાં પણ ૫૦ % ઇથેનલોલ નાખીને તેનું નુકસાન કરવામાં આવશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે નાગરિકોને સલાહ આપી છે કે હાલ આગામી થોડા વર્ષો સુધી પેટ્રોલ અને ડીઝલની નવી ગાડીઓ ખરીદવાનું ટાળવું જોઈએ, કારણ કે સરકાર ભવિષ્યમાં ડીઝલમાં પણ મિશ્રણ કરી શકે છે.

E20 પેટ્રોલથી કઈ ગાડીઓ પર થશે અસર? ખુદ નીતિન ગડકરીએ આપ્યો જવાબ, બદલવા પડી  શકે છે કેટલાક પાર્ટસ | - News18 Gujarati

એક અહેવાલ મુજબ પંજાબમાં ઇ ૨૦ પેટ્રોલ લાગુ થયા બાદ જૂની પેટ્રોલ ગાડીઓનું બજાર આશરે ૧૦૦૦ કરોડ રૂપિયા સુધી ઘટી ગયું છે. ડીલરોનું કહેવું છે કે ગ્રાહકો હવે ડીઝલ વાહનો અને ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યા છે. આ નીતિના કારણે ઓટોમોબાઈલ માર્કેટમાં મોટો ફેરફાર અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે, જે સામાન્ય નાગરિકોના બજેટને પણ સીધી અસર કરી રહી છે.

E20 પેટ્રોલથી કઈ ગાડીઓ પર થશે અસર? ખુદ નીતિન ગડકરીએ આપ્યો જવાબ, બદલવા પડી  શકે છે કેટલાક પાર્ટસ | - News18 Gujarati

ઇ ૨૦ નો અર્થ ૨૦ % ઇથેનલોલ યુક્ત પેટ્રોલ છે. સરકારનું માનવું છે કે આનાથી વાહનોમાંથી નીકળતો કાર્બન ઓછો થશે અને કાચા તેલની આયાતનો ખર્ચ ઘટશે. જોકે, આ નીતિને લઈને ચર્ચાઓ પણ તેજ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇ ૨૦ નો ઉપયોગ કરવાથી ગાડીઓની માઇલેજમાં ૨ થી ૬ % સુધીનો ઘટાડો થઈ શકે છે. હાલમાં સરકાર તરફથી ૫૦ % મિશ્રણ કે ડીઝલ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ નિવેદનથી સમગ્ર દેશમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *