સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની ચોખવટ

‘એસસી/એસટી પર ‘ક્રિમી લેયર’ લાગુ નથી, તે ફક્ત ઓબીસી-એસઈબીસી માટે…’

SC seeks affidavit from MP govt on 27% OBC-reservation: Top Court questions  Chief Secretary over holding appointments on 13% posts

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્ત્વપૂર્ણ સોગંદનામું દાખલ કરીને સ્પષ્ટ કર્યું છે કે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) ના અનામતમાં ક્રિમી લેયરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. સરકારે એ તમામ જનહિત અરજીઓનો સખત વિરોધ કર્યો છે, જેમાં એસસી, એસટી અનામતમાં ક્રિમી લેયરનો નિયમ લાગુ કરવાની અને સરકારી નોકરીઓમાં વધુ ન્યાયસંગત નીતિ બનાવવાની માગણી કરવામાં આવી હતી. સરકારે જણાવ્યું કે આ અરજીઓમાં કોઈ પણ મૂળભૂત અધિકારના ઉલ્લંઘનનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.

Should 'Creamy Layer' Be Applied To SC & ST Reservation: Supreme Court To  Examine

ગત વર્ષે ૧૧ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે રમાશંકર પ્રજાપતિ અને અન્યની જનહિત અરજીઓ પર કેન્દ્ર તથા રાજ્ય સરકારોને નોટિસ જારી કરી હતી. આ અરજીઓમાં એવી માગ કરવામાં આવી હતી કે જો કોઈ એસસી, એસટી પરિવારનો સભ્ય પહેલેથી જ બંધારણીય કે વરિષ્ઠ સરકારી પદ મેળવી ચૂક્યો હોય, તો તેના સંતાનોને અનામતનો લાભ ન મળવો જોઈએ. આનાથી અનામતનો સાચો ફાયદો આર્થિક રીતે નબળા અને ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી વધુ સમાન રૂપે પહોંચી શકશે. અરજીકર્તાઓએ આર્થિક રીતે પછાત લોકો માટે સબ-કેટેગરી બનાવવાની પણ માગ કરી છે.

Reject Dilution of SC-ST Reservation in the Name of Creamy Layer! - AISA

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે એસસી, એસટી ની યાદીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ફક્ત સંસદ જ કરી શકે છે. બંધારણના અનુચ્છેદ ૩૪૧ અને ૩૪૨ હેઠળ કોઈપણ જાતિ કે જનજાતિને સૂચિમાં સામેલ કરવાનો કે રદ કરવાનો વિશેષાધિકાર માત્ર સંસદ પાસે છે. સરકારે ઇન્દિરા સાહની કેસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે એસસી, એસટી અને ઓબીસી ની ઓળખ ઐતિહાસિક, સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના આધારે થાય છે, માત્ર આર્થિક સ્થિતિના આધારે નહીં.

Symbolism and statements - Supreme Court Observer

કેન્દ્ર સરકારે જણાવ્યું કે એસસી, એસટી અને એસઈબીસી માટે ચલાવવામાં આવતી મોટાભાગની કલ્યાણકારી યોજનાઓમાં પહેલેથી જ આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી સાચા જરૂરિયાતમંદોને તેનો લાભ મળી શકે. સરકારના મતે અરજીકર્તાઓએ એ સ્પષ્ટ નથી કર્યું કે કઈ યોજનાઓમાં બદલાવની જરૂર છે અને તેનાથી ગરીબી રેખા નીચે જીવતા લોકોને કેવી રીતે ફાયદો થશે. આ સમગ્ર મામલે ન્યાયપાલિકામાં આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *