‘અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છે’

ભારતના પ્રસ્તાવિત બિલ એફસીઆરએ અંગે અમેરિકાના સાંસદ રાઇલી મૂરેએ કરેલી ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. ભારતે અમેરિકાને જવાબ આપ્યો છે કે આ બિલ ભારતનો આંતરિક મામલો છે.

પશ્ચિમ વર્જિનિયાના રિપબ્લિકન નેતા રાઇલી મૂરેએ કહ્યું હતું કે, જો કોઈ ચર્ચ કે ધાર્મિક ચેરિટીનું એફસીઆરએ રજિસ્ટ્રેશન રદ થાય અથવા રિન્યૂ ન થાય, તો આ નવા કાયદા હેઠળ ભારત સરકાર તેના પર નિયંત્રણ મેળવી શકે છે. આ જોગવાઈઓથી ખ્રિસ્તી સંસ્થાઓ પર અસર પડશે અને તેનાથી ભારત-યુએસ ના દ્વિપક્ષીય સંબંધો પર પણ માઠી અસર પડી શકે છે.


