પ્રધાનમંત્રી મોદી આજે આઈઆઈટી દિલ્હીના ૫૭ મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઈઆઈટી દિલ્હીના ૫૭ મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે. આ ભવ્ય સમારોહમાં સ્નાતક, અનુસ્નાતક અને ૫૮૭ પીએચડી વિદ્વાનો સહિત ૩,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે અને પોતાની ડિગ્રી પ્રાપ્ત કરશે.

સમારોહ પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર પોસ્ટ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઈઆઈટી દિલ્હી એ દેશમાં સંશોધન અને નવીનતા ક્ષેત્રે અદ્ભુત યોગદાન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ અગ્રણી સંસ્થાના વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી સભ્યો સાથે જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

આ કાર્યક્રમમાં આઇઆઇટી દિલ્હી અને પીએમઓ ઇન્ડિયા ના સત્તાવાર હેન્ડલ્સ દ્વારા પણ સતત અપડેટ્સ શેર કરવામાં આવી રહ્યા છે.
