ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત સાથે ધાર્મિક તહેવારોનો માહોલ જામે છે. તેમાં દશામાનું વ્રત મહિલાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. ગુજરાતી પંચાંગ મુજબ, આ વર્ષે દશામા વ્રતનો પ્રારંભ ૧૨ ઓગસ્ટ ૨૦૨૬, બુધવારના રોજ અષાઢ વદ અમાસ (દિવાસો)થી થશે. વ્રત સતત ૧૦ દિવસ સુધી ચાલશે.
વ્રત દરમિયાન મહિલાઓ પરિવારની સુખ-સમૃદ્ધિ, સુખાકારી અને શુભફળની કામના સાથે દશામાની પૂજા-અર્ચના કરશે. ૨૧ ઓગસ્ટે વ્રતની પૂર્ણાહુતિના દિવસે રાત્રે જાગરણ કરવામાં આવશે અને ૨૨ ઓગસ્ટની વહેલી સવારે દશામાની મૂર્તિનું જળવિસર્જન કરવામાં આવશે.

મૂર્તિ સ્થાપનાના શુભ મુહૂર્ત
૧૨ ઓગસ્ટે બ્રહ્મ મુહૂર્ત ૦૪:૩૭ થી ૦૫:૩૧, પ્રાતઃ સંધ્યા ૦૫:૦૯ થી ૦૬:૧૫, વિજય મુહૂર્ત ૦૨:૫૪ થી ૦૩:૪૬, ગોધૂલી મુહૂર્ત ૦૭:૧૪ થી ૦૭:૩૬ અને સાયાહ્ન સંધ્યા ૦૭:૧૪ થી ૦૮:૨૦ સુધી રહેશે.
વ્રતના નિયમો
દશ દિવસ દરમિયાન સવારે સ્નાન કરીને પૂજા કરવાની પરંપરા છે. વ્રત પોતાની ક્ષમતા મુજબ નકોરડા, એકટાણું અથવા ફરાળથી કરી શકાય છે. વ્રત દરમિયાન સત્ય બોલવું, ગુસ્સો ન કરવો, કોઈનું અપમાન ન કરવું અને યથાશક્તિ દાન કરવું જેવા નિયમોનું પાલન કરવામાં આવે છે.
વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
