‘કૃષ્ણ લલ્લા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે!’

મથુરા ખાતે આવેલા શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ અંગે સાધુ-સંતોએ મોટી જાહેરાત કરી છે. મથુરામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન દેશભરમાંથી એકઠા થયેલા સંતોએ આગામી ૬ ડિસેમ્બરના રોજ મથુરામાં ‘કારસેવા’ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

આ કાર્યક્રમ દરમિયાન સંતોએ “કૃષ્ણ લલ્લા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે” અને “રામ જન્મભૂમિ બાદ કાશી અને હવે મથુરાનો વારો છે” જેવા આક્રમક નારા લગાવ્યા હતા.

ચિત્રગુપ્ત પીઠાધીશ્વર સ્વામી સચ્ચિદાનંદ મહારાજે કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે…
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંજૂરી આપે. અમે શ્રી કૃષ્ણનું ભવ્ય મંદિર બનાવવા માંગીએ છીએ. આગામી મહિને અમે જન્મભૂમિ તરફ કૂચ કરીશું અને શ્રી કૃષ્ણ જન્મસ્થાનને મુક્ત કરાવીને જ જંપીશું. પોતાના પ્રાણની આહુતિ આપીને પણ અમે ભગવાન શ્રી કૃષ્ણને મુક્ત કરાવીશું.

સંતોના આ એલાન બાદ મથુરા અને તેની આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર અને પોલીસ અલર્ટ થઈ ગઈ છે.


