સુરતમાં આપઘાત કરનારા રેસિડેન્ટ ડૉક્ટરનું રેગિંગ થયાનો ઘટસ્ફોટ

૪ સીનિયર ડૉક્ટર સસ્પેન્ડ

Surat Civil Hospital Doctor Harsh Pandya Suicide; Ragging Controversy

સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બોયઝ પીજી હોસ્ટેલમાં ૨૯ વર્ષીય રેસિડન્ટ ડૉક્ટરે ગળે ફાંસો ખાાઈ આપઘાત કરી લીધો હતો. જેના પગલે સિવિલ હોસ્પિટલના તબીબી આલમ અને પીજી હોસ્ટેલમાં ચકચાર મચી છે. હવે રેસિડેન્ટ ડૉક્ટરના રહસ્યમય આપઘાત કેસમાં મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ અને કોલેજ તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં મૃતક ડૉ. હર્ષ પંડ્યાનું તેના સીનિયરો દ્વારા માનસિક ત્રાસ આપીને રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

Surat Civil Hospital Doctor Harsh Pandya Suicide; Ragging Controversy

એન્ટી રેગિંગ કમિટીના અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ ચાર રેસિડેન્ટ ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુત ને છ મહિના માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવા સખત આદેશ કરાયો છે.

Surat Civil Hospital Resident Doctor Harsh Pandya Suicide Case

આ સાથે જ માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લા સહિત ચાર ફેકલ્ટી સભ્યો; ડૉ. સંગીતા રાજદે, ડૉ. યોગિતા મિસ્ત્રી અને ડૉ. લતિકા પુરોહિતને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. એન્ટી રેગિંગ કમિટીના આ સમગ્ર રિપોર્ટને કોલેજ કાઉન્સિલ દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી નિંદનીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીર સમીક્ષા કરી વહેલી સવારે રાજ્ય સરકારને સત્તાવાર અહેવાલ સુપરત કરી દેવામાં આવ્યો છે.

સુરતમાં આપઘાત કરનારા રેસિડેન્ટ ડૉક્ટરનું રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સીનિયર ડૉક્ટર સસ્પેન્ડ

મૂળ અરવલ્લીના મોડાસાના વતની અને હાલ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બોયઝ પીજી હોસ્ટેલમાં રહેતો ૨૯ વર્ષીય ડૉ.હર્ષ સુભાષચંદ્ર પંડ્યા સિવિલ હોસ્પિટલ ખાતે ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને સાથે સિવિલમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતો હતો. નવમી ઓગસ્ટના રોજ સવારે ડૉ. હર્ષ હોસ્પિટલમાં પોતાની નિયમિત ફરજ પર હાજર ન રહેતા સીનિયર ડૉક્ટરે તેમને ફોન કર્યો હતો. જો કે, તેમનો ફોન બંધ આવતો હોવાથી સીનિયરે હોસ્ટેલમાં રહેતા અન્ય સાથી રેસિડેન્ટ તબીબને રૂમ પર જઈ તપાસ કરવા કહ્યું હતું. જેથી પીજી હોસ્ટેલના રૂમ પર પહોંચ્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી ડૉક્ટરોએ બૂમો પાડી દરવાજો ખોલવા ઘણો પ્રયાસ કરવા છતાં ખુલ્યો ન હતો.

Surat civil hospital doctor commits suicide love affair or colleague dispute behind the tragedy

આખરે તબીબોએ હોસ્ટેલના સિક્યોરિટી સ્ટાફને સાથે રાખીને દરવાજો તોડીને અંદર જતા ડૉ.હર્ષ પંખા સાથે દોરી ગળે ફાંસો બાધેલી હાલતમાં મળી આવતા તેઓ ચોકી ગયા હતા. આ અંગે જાણ થતાં સિવિલના ઈન્ચાર્જ તબીબી અધીક્ષક ડૉ.પારુલ વડગામા તથા ડૉક્ટરો સહિતનો સ્ટાફ અને ખટોદરા પોલીસ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા.

Surat Civil Hospital Resident Doctor Harsh Pandya Suicide Case

આ બનાવ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખુબ જ ગંભીરતા દાખવીને તાકીદે નવી સિવિલ તબીબી અધિક્ષક અને મેડીકલ કોલેજના ડીનની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરવાનો આદેશ કર્યો હતો. આ સાથે મંત્રીએ આપઘાત કરનાર ડોક્ટરના પિતા ફોન પર વાત કરીને સાંત્વના પાઠવી તેમજ ન્યાય આપવાની ખાતરી આપી હતી.

Surat Civil Hospital Resident Doctor Harsh Pandya Suicide Case

ડૉ.હર્ષના પિતા સુભાષચંદ્ર પંડ્યાએ કહ્યું કે, ‘હર્ષના મિત્રોનો મારી પર ફોન આવ્યો હતો કે, તમે લોકો અહીં આવી જાવો, હર્ષ આપણી વચ્ચે રહ્યો નથી. જેથી અમે સિવિલ ખાતે આવ્યા હતા. જોકે, તે કહેતો કે તકલીફ કંઈ નથી પણ સીનિયરની થોડી ઘણી તકલીફ રહેતી હતી.’

ડૉ.હર્ષ પંડ્યાએ ગત ફેબ્રુઆરી માસમાં સુરત ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રવેશ મેળવ્યો હતો. તે દરમિયા તેની સગાઈ થઈ હતી અને આગામી ડિસેમ્બર માસમાં તેના લગ્ન લેવા અંગેની વાત કરતા હતા. જોકે, રક્ષાબંધન પર્વની ગણતરીના દિવસ બાકી છે. ત્યારે બહેનનો એકનો એક લાડવાયો ભાઈ હર્ષના મોતના લીધે પરિવારજનો માતમ છવાઈ ગયો હતો.

સિવિલના ડૉ. હર્ષ પંડ્યાનું રવિવારે સાંજે સાદુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બાદમાં એકથી દોઢ કલાક પછી તેના પિતા સહિત પરિવારજનો તેના મોત અંગે શંકા ગઈ હશે, જેથી તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી. જેથી પોલીસ દ્વારા ફરી ઈન્ક્વેસ્ટ ભરવામાં આવ્યું હતું. બાદમાં ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં ફાંસો ખાવાથી મોત થયું હોવાનું ડૉક્ટરે કહ્યું હતું.

ડૉ.હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ખટોદરા પોલીસે તેના મોબાઈલ ફોન- લેપટોપ કબજે કરીને જરૂરી તપાસ હાથ ધરી છે. જોકે એફ.એસ.એલની ટીમ દ્વારા તેની રૂમમાં રહેલી વસ્તુઓ તેમજ સંભવિત પુરાવાઓની તપાસ કરવામાં આવશે.

સુરતમાં આપઘાત કરનારા રેસિડેન્ટ ડૉક્ટરનું રેગિંગ થયાનો ઘટસ્ફોટ: 4 સીનિયર ડૉક્ટર સસ્પેન્ડ, પોલીસ ફરિયાદ નોંધાવાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *