પીએમ મોદીના દિમાગી નક્સલ નિવેદન પર વિપક્ષનો પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં કહ્યું હતું કે સશસ્ત્ર નક્સલીઓ આ દેશ છોડીને ચાલ્યા ગયા છે, પરંતુ દિમાગી નક્સલીઓ છે, તેમને પણ મુખ્ય પ્રવાહમાં લાવવા પડશે.

Armed Naxalism gone, need to isolate dimagi Naxals': PM Modi in  Independence Day address

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ‘દિમાગી નક્સલી’ ટિપ્પણી પર કોકરોચ જનતા પાર્ટી (CJP)એ પ્રતિક્રિયા આપી છે. હકીકતમાં, પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પીએમ મોદીના કટાક્ષ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ  ઘમંડ છે અને હવે પરિવર્તનની ઘંટી વાગી ચૂકી છે.

CJP Slams PM Modi Over 'Dimagi Naxal' Remark

પીએમ મોદીના કટાક્ષનો જવાબ આપતા સૌરવ દાસે કહ્યું કે, વડાપ્રધાન ‘દિમાગી નક્સલ’ કે તેના જેવી કોઇ પણ વાત કામ આવશે નહીં. તમે શિક્ષિત યુવાનોને નક્સલવાદી કેવી રીતે કહી શકો? ફક્ત એટલા માટે કે તેઓ તમારી સરકારને સવાલ પૂછે છે? તે અહંકાર છે. તેમની સમસ્યાઓ હલ કરવામાં સંપૂર્ણ નિષ્ફળતા છે. પરિવર્તનની ઘંટી વાગી ચૂકી છે. જાગવાનો સમય આવી ગયો છે. ”

I-Day Address: Dimagi Naxals to be Identified, Isolated, Says PM

વડા પ્રધાનના કટાક્ષ પર વિપક્ષો શું કહ્યું?

Chidambaram slams PM Modi's remarks on 2008 Mumbai attacks

કોંગ્રેસની પ્રતિક્રિયા

સૌરવ દાસ સિવાય વિપક્ષી દળોએ પણ પીએમ મોદીના કટાક્ષની ટીકા કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બર એ કહ્યું છે કે, વડાપ્રધાને અપશબ્દો માટે એક નવો શબ્દ બનાવ્યો છે અને તે છે ‘દિમાગી નક્સલ’. ચિદમ્બરમે કહ્યું કે આ બૌદ્ધિકો, લેખકો, શિક્ષકો, નિષ્ણાતોને શહેરી નક્સલવાદી કહેવાની અધમ રીતનો એક નવો સ્વરૂપ છે. યાદ રાખો કે ભૂતકાળમાં તેમણે દેશદ્રોહી, પાકિસ્તાન તરફી, ટુકડે ટુકડે ગેંગ, દેશનો દુશ્મન, જાસૂસ વગેરે શબ્દોનો ઉપયોગ કર્યો છે.

ચિદમ્બરમે વધુમાં કહ્યું કે, જો પીએમના મતે દિમારી નક્સલ ખતમ થઈ જશે તો તેનો અર્થ એ છે કે વિપક્ષ પણ ખતમ થઈ જશે. આનાથી એક પક્ષીય શાસન અને છેવટે સરમુખત્યારશાહીનો માર્ગ મોકળો થશે.

ચિદમ્બરમ સિવાય કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા શશિ થરૂરે જણાવ્યું હતું કે, સરકાર માટે હિંસા અને હથિયારો દ્વારા બળવાખોરો પર નજર રાખવી મહત્વપૂર્ણ છે, પરંતુ નક્કર પુરાવા વિના કોઈ વ્યક્તિને ‘દિમાગી નક્સલી’ કહેવાથી લોકશાહી માટે ખતરનાક ઉદાહરણ સ્થાપિત થઈ શકે છે.

Naxalism: PM Modi warns of 'dimagi naxals' in Independence Day address 2026

સીપીઆઈ (એમ)એ શું કહ્યું?

સીપીઆઈ (એમ)ના મહાસચિવ એમએ બેબીએ પીએ મોદીના ‘દિમાગી નક્સલ’ વિશે કહ્યું હતું કે વડા પ્રધાને સમગ્ર વિપક્ષને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે.

તે જ સમયે, સીપીઆઈના તેમના સમકક્ષ ડી રાજાને લાગ્યું કે આ અસંમતિને દબાવવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે, “વડાપ્રધાન મોદી સ્વતંત્રતા દિવસ જેવા વિશેષ રાષ્ટ્રીય અવસર પર પણ અસંતુષ્ટોને નિશાન બનાવવા માટે સમય અને તક શોધે છે અને ભારતના લોકો તેમની અને તેમની સરકાર પાસેથી શું માંગી રહ્યા છે તે સરળતાથી ભૂલી જાય છે. ”

તેમણે કહ્યું કે, રાઇટ વિંગ પક્ષ દ્વારા વારંવાર બનાવવામાં આવતી પાયાવિહોણા કેટેગરી: ‘એન્ટી નેશનલ’, ‘ટુકડે ટુકડે ગેંગ’ અને બીજું, મોદીએ હવે ‘દિમાગી નક્સલ’નું બીજું વાહિયાત લેબલ ઉમેર્યું છે. આ અસંમતિને બદનામ કરવાના અને સરકાર પર સવાલ ઉઠાવનારાઓને ડરાવવાના પ્રયાસ સિવાય બીજું કંઈ નથી. ”

Trinamool removes 'Congress' from its logo - The Tribune

ટીએમસીની પ્રતિક્રિયા

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતા અને પૂર્વ સાંસદ સાકેત ગોખલેએ પીએમ મોદીની ટિપ્પણી પર કહ્યું હતું કે તમે આવા મંચ પરથી તમારા ટીકાકારોને નિશાન બનાવી શકતા નથી. આ શરમજનક છે કે મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરનો ઉપયોગ કરીને પોતાના વિરોધીઓને ‘દિમાગી નક્સલી’ કહીને સસ્તા હુમલા કરવા માટે કર્યો. હિંસા અને પેલેટ ગનના ઉપયોગ માટે યુવાનોની માફી માંગવાને બદલે મોદી હંમેશાની જેમ બકવાસ કરી રહ્યા છે. તમારો અહંકાર છોડો વડાપ્રધાન. તેનાથી કોઇ મદદ મળશે નહીં.”

Left Wing Extremism crushed but PM Modi has a message for the country:  Beware of 'dimagi Naxals'

પીએમ મોદીએ શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮૦ મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું હતું કે જ્યારે સશસ્ત્ર નક્સલવાદનો ખતરો હવે સમાપ્ત થઈ રહ્યો છે, ત્યારે કેટલાક લોકો “દિમાગી નક્સલવાદ” માનસિકતા ધરાવતા એવા છે, જે હિંસા અને અશાંતિ ફેલાવવાની તકો શોધી રહ્યા છે અને દેશને ખોટી દિશામાં લઈ જવા માંગે છે. વડાપ્રધાને કહ્યું કે આવા લોકોને ઓળખવાની અને અલગ કરવાની જરૂર છે અને યુવાનોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા જોઈએ.

પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે જંગલોમાં સશસ્ત્ર નક્સલવાદનો અંત આવવાનો હતો, ત્યારે તેમની વિચારધારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો દેશમાં અશાંતિ ફેલાવવાની તકો શોધી રહ્યા હતા. તેમણે કહ્યું કે માઓવાદીઓ, જેમણે 3,500 થી વધુ સુરક્ષા કર્મચારીઓની હત્યા કરી હતી અને દેશને લોહીથી લથબથ કરી દીધો હતો, તેઓ વર્ષોની સુરક્ષા કાર્યવાહી પછી અંતિમ શ્વાસ લઈ રહ્યા છે, તેમણે ઉમેર્યું હતું કે, “આપણે આ પડકારને ઓછો આંકવો જોઈએ નહીં.”

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *