‘વંદે માતરમ્’ના કથિત અપમાન મામલે સોનિયા ગાંધી સામે પોલીસ ફરિયાદ

કર્ણાટકના મેંગલુરુ સ્થિત ઉર્વા પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ સ્વાતંત્ર્ય દિવસ પર કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના ગાન દરમિયાન તેમના હાવભાવ અંગે ઊભા થયેલા કથિત વિવાદ બાદ કરવામાં આવી છે.

ભાજપ નેતા વિકાસ પુત્તુરે જણાવ્યું કે, ‘સમગ્ર ભારતે ગઈકાલે કોંગ્રેસ પાર્ટીની હરકતો જોઈ છે. કોંગ્રેસ પાર્ટી હંમેશાથી વંદે માતરમની વિરોધી રહી છે. ગઈકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયમાં ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન, જ્યારે વંદે માતરમ વાગી રહ્યું હતું ત્યારે સોનિયા ગાંધીએ કાર્યક્રમમાં અડચણ ઊભી કરી હતી. અમે અને દેશે જોયું કે, તેઓ વિક્ષેપ પાડી રહ્યા હતા અને પોતાના પક્ષના કાર્યકરોને વંદે માતરમ રોકવા માટે કહી રહ્યા હતા.’




