જૂનાગઢમાં માતા દ્વારા બાળકીને માર મારવાનો મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન આ સમગ્ર મામલે કેટલીક મહત્વની વિગતો સામે આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકી અગાઉ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે તેની નાનીમા સાથે રહેતી હતી. જૂન ૨૦૨૬ માં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત બાળકીની નાનીમાને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. નાનીમાને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા બાદ બાળકી તેની માતા પાસે રહેવા માટે મોકલવામાં આવી હતી.

તપાસ દરમિયાન બાળકીની માતાના બીજા લગ્ન થયા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. નાનીમા પાસેથી બાળકી માતા પાસે આવ્યા બાદ તેની સાથે બનેલી ઘટનાને લઈને પોલીસ દ્વારા વિવિધ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે.


