‘હિન્દુ ધર્મ પૂરો થઈ જશે, મુસ્લિમ બની જાઓ…’

સુરત રેગિંગકાંડમાં સસ્પેન્ડેડ એચ ઓડીડૉ. સુમૈયા મુલ્લા પર ગંભીર આરોપો

Surat Hospital Suicide: HOD Suspended, Dean Served Notice | Latest Update

સુરતમાં ડૉ. હર્ષ પંડ્યા આપઘાત અને રેગિંગ કેસમાં માઇક્રોબાયોલોજી વિભાગના એચઓડી ડૉ. સુમૈયા મુલ્લાને ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, આ નિર્ણય બાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. સુમૈયા મુલ્લા વિરુદ્ધ અત્યંત ગંભીર અને ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, એચઓડી હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા હતા અને વિદ્યાર્થીઓ પર કલમા પઢવા તથા નમાજ અદા કરવા દબાણ કરતા હતા.

Cricket Score (ક્રિકેટ સ્કોર) in Gujarati | Live Cricket Score in Gujarati  | Cricket Match Scorecard Updates & Commentary in Gujarati | ક્રિકેટ  સ્કોરકાર્ડ

એક ભૂતપૂર્વ રેસિડેન્ટ વિદ્યાર્થિનીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, “રેસિડેન્સી દરમિયાન મને એક રૂમમાં લઈ જઈને નમાજ પઢવાની ફરજ પાડવામાં આવી હતી. જે રીતે તેઓ હાથ-મોઢું ધોવે (વઝૂ કરે) તે જ રીતે મને કરવા કહેવામાં આવતું હતું. મને એટલી હદે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો કે મેં આત્મહત્યા કરવાનો વિચાર કરી લીધો હતો. પરંતુ મારા માતા-પિતા, મિત્રો અને સપોર્ટિવ સ્ટાફના કારણે હું આ કદમ ઉઠાવતા બચી ગઈ.”

Prof suspended over Surat doc's death after ragging

પીડિત વિદ્યાર્થિનીએ વધુમાં ઉમેર્યું કે, ‘ડૉ. સુમૈયાના કારણે જ તેનું એમડી એક વર્ષ મોડું પૂરું થયું હતું. પરીક્ષા વખતે અન્ય સ્ટાફને બહાર કાઢીને તેઓ જાતે બેસતા અને વિદ્યાર્થિનીના વીડિયો ઉતારતા હતા. એક તબક્કે છ મહિના માટે ડિટેઇન કરીને નાપાસ પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ડૉ. સુમૈયા વિદ્યાર્થીઓ પાસે પોતાની પ્રાઇવેટ લેબના કામ પણ કરાવતા હતા.’

Surat Medical College Ragging Case: Microbiology Professor Suspended |  DeshGujarat

અન્ય એક કિસ્સાનો ઉલ્લેખ કરતા વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, ડૉ. સુમૈયા અવારનવાર હિન્દુ ધર્મ વિશે અણછાજતી ટિપ્પણીઓ કરતા હતા. એક કાર્યક્રમ દરમિયાન તેમણે અન્ય એક મેડમને કહ્યું હતું કે, “તમે ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની જાઓ, હિન્દુ ધર્મમાં કંઈ રાખ્યું નથી અને તે ટૂંક સમયમાં પૂરો થઈ જવાનો છે.”

Surat: Ragging revealed in the case of resident doctor's suicide at New  Civil Hospital, four senior doctors suspended | Loktej Surat News - Loktej  English

વિદ્યાર્થીઓનો આરોપ છે કે, ભૂતકાળમાં પણ ડૉ. સુમૈયા વિરુદ્ધ અનેક ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ દર વખતે કોઈ અગમ્ય કારણોસર તેઓ તપાસમાંથી નિર્દોષ છૂટી જતા હતા. માત્ર ૯૦ દિવસનું સસ્પેન્શન ખૂબ જ નિરાશાજનક છે. પીડિત વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો છે કે, તેમની પાછળ કોનો હાથ છે અને તેઓએ માગ કરી છે કે આવા માનસિક ત્રાસ આપનાર સામે આકરામાં આકરી કાર્યવાહી થવી જોઈએ.

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો  અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ | surat ragging case dr dikshita  ghevariya hod ...

ડૉ. સુમૈયા મુલ્લાએ પેહલા હિન્દુ હતા અને તેમનું નામ વીણા હતું. તેમણે મુલ્લાજી સાથે લગ્ન કર્યા બાદ તેઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરી ધર્મપરિવર્તન કર્યું હતું અને વીણા માંથી સુમેયા બન્યા હતા. હિન્દુ હોવા છતાં પણ તેઓને હિન્દુ ધર્મ પ્રત્યે ખૂબ જ ધૃણા હતી. તેમની માનસિકતા હંમેશા હિન્દુ વિરોધી રહી હોવાનું વિદ્યાર્થીઓનું જણાવવું છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *