ગુજરાત સરકારે દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ પગલું ભર્યું

બઢતીમાં અનામત અંગે નીતિ ઘડવા માટે સરકારે ઉચ્ચ કક્ષાની ૫ સભ્યોની સમિતિની રચના કરી છે.

દિવ્યાંગ કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, બઢતીમાં અનામતનો  રસ્તો ખુલ્યો!

ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા અંગે નીતિ ઘડવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારે આ અંગે સંવેદનશીલ પગલું ભર્યું છે. સરકારી નોકરીમાં દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીની પ્રક્રિયામાં અનામતનો લાભ કેવી રીતે આપી શકાય તે અંગે હવે નીતિ તૈયાર કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી છે.

All - Gujarat CM Bhupendra Patel will reshuffle his Cabinet today. #Gujarat  #GujaratCabinet | Facebook

સરકાર દ્વારા રચવામાં આવેલી આ સમિતિની અધ્યક્ષતા મુખ્ય સચિવ કરશે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કુલ ૫ સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા અંગેના વિવિધ પાસાઓનો અભ્યાસ કરશે અને તેના આધારે રાજ્ય માટે યોગ્ય નીતિ ઘડવાની પ્રક્રિયા હાથ ધરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *