મણિપુર પોલીસે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે મણિપુરના સેનાપતિ જિલ્લામાં સોમવારે બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયો હતો અને ઘણા મકાનો સળગાવી દેવામાં આવ્યા હતા.

મણિપુરના સેનાપતિ જિલ્લાના તાપોહ અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારે સવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અહીં લોકોએ એક ઘરને આગ ચાંપી દીધી હતી અને બે મકાનોમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં સીઆરપીએફનો એક જવાન પણ ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, ઘટના બાદ સ્થાનિકોએ રસ્તાઓ રોકી દીધા હતા. પ્રદર્શનકારીઓએ કાંગપોકપી જિલ્લાના તાપાહોઉ કુકી ગામમાં રાત્રે લગભગ ૦૨.૩૦ વાગ્યે એક મકાનને આગ ચાંપી દીધી હતી.


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
