અમદાવાદમાં ચાંદીની રાખડીનું ધૂમ વેચાણ

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજવતો રક્ષાબંધનનો તહેવાર સોની બજાર માટે આ વર્ષે અત્યંત ફળદાયી સાબિત થયો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા વર્ષની શરૂઆતથી સોની બજારમાં મંદીનો માહોલ હતો. હાલમાં સોનાનો પ્રતિ તોલા ભાવ રૂ. ૧.૬૬ લાખ અને ચાંદીનો પ્રતિ કિલો ભાવ રૂ. ૨.૫૯ લાખ સુધી પહોંચી ગયો છે. આમ છતાં, ભાવવધારા વચ્ચે સોનું-ચાંદી ન ખરીદવા કરાયેલી અપીલને કોઈ પ્રતિસાદ મળ્યો નથી અને રક્ષાબંધનના પગલે છેલ્લા ૧૫ દિવસથી અમદાવાદની સોની બજારમાં ગ્રાહકોની ભારે પડાપડી જોવા મળી રહી છે.

રક્ષાબંધન પર્વને હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે મોતી, સ્ટોન, રંગબેરંગી દોરા અને લાઈટવાળી રાખડીઓની સાથે સોના-ચાંદીની રાખડીઓની માંગ પણ વધી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે રૂ. ૫,૦૦૦ સુધીની ચાંદીની રાખડીઓની સૌથી વધુ માંગ છે. તેમાં પણ ખાસ કરીને લેબગ્રોન અને અમેરિકન ડાયમંડવાળી ડિઝાઈન ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહી છે. માત્ર ચાંદી જ નહીં, પરંતુ કેટલાક ગ્રાહકો સોનાની રાખડીઓ પણ પસંદ કરી રહ્યા છે.

अलग-अलग वैरायटी की राखियां है मार्केट में।

૨૪ અને ૨૨ કેરેટ સોનાની કિંમતો ખૂબ ઊંચી હોવાથી મધ્યમ વર્ગીય પરિવારો માટે તેને ખરીદવું મુશ્કેલ બની ગયું છે. છતાં ભાઈ-બહેન એકબીજાને યાદગાર અને લાંબો સમય સાચવી શકાય તેવી ભેટ આપવા માંગતા હોવાથી હવે ૯ કેરેટ ગોલ્ડમાં બનતા બ્રેસલેટ, બુટ્ટી અને વીંટી જેવા નાના દાગીના ગ્રાહકોની પહેલી પસંદ બન્યા છે.

અચાનક કેમ લાગી ગઈ ચાંદીની રાખડી ખરીદનારાઓની લાંબી લાઈનો? જાણો કારણ, કિંમત  માત્ર ₹250 થી શરૂ - Gujarati News | Silver Rakhi Demand Surges Ahead of  Raksha Bandhan 2026: Prices Start at

ગિફ્ટિંગની વાત કરીએ તો માર્કેટમાં રૂ. ૫,૦૦૦ થી રૂ. ૨૫,૦૦૦ સુધીની ચાંદી અને સોનાની ભેટની માંગ ખૂબ વધારે છે. આ ઉપરાંત, રૂ. ૫૦,૦૦૦ થી રૂ. ૧ લાખ સુધીના સોનાના દાગીના અને અન્ય કિંમતી ગિફ્ટ્સ ખરીદનારા ગ્રાહકોની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી રહી છે. તહેવારોના આ માહોલમાં ગ્રાહકોની સતત અવરજવરથી સોની બજારના વેપારીઓએ ભારે રાહતનો શ્વાસ લીધો છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Rakshabandhan 2026: Auspicious Timing, Puja Vidhi & Rituals Guide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *