ડોમિનોઝ પિઝામાંથી નિકળી શેકાઈ ગયેલી માખી

રાજકોટમાં ફૂડ સેફ્ટીને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સેટેલાઇટ ચોક વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પિઝા આઉટલેટમાંથી ખરીદવામાં આવેલા પિઝામાંથી શેકાઈ ગયેલી માખી મળી આવ્યાનો આરોપ ગ્રાહકે લગાવ્યો છે. આ ઘટનાનો વીડિયો ગ્રાહકે બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં મામલો ચર્ચામાં આવ્યો છે.

વીડિયો બનાવી ડોમિનોઝની બ્રાન્ચની ફૂડ
મળતી માહિતી મુજબ, ગ્રાહકે પિઝા ખાતા દરમિયાન તેમાં માખી જોવા મળતા ભારે નારાજગી વ્યક્ત કરી હતી. પિઝામાં શેકાઈ ગયેલી માખી જોવા મળતા ગ્રાહકે ઘટનાનો વીડિયો બનાવી ડોમિનોઝની બ્રાન્ચની ફૂડ હાઈજીન અને ગુણવત્તા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા હતા. વાયરલ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર પણ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ફૂડ આઉટલેટમાં તૈયાર થતા ખાદ્યપદાર્થોની સ્વચ્છતા, રસોડાની હાઈજીન અને ગુણવત્તા નિયંત્રણને લઈને લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.

સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ
આ ઘટનામાં ગ્રાહકના દાવા અને વાયરલ વીડિયોની સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થઈ શકશે. હવે રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે કોઈ તપાસ અથવા કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર છે. ફૂડ સેફ્ટી સંબંધિત ફરિયાદો સામે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આઉટલેટમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા અને અન્ય નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેની ચકાસણી થઈ શકે છે. વાયરલ થયેલી આ ઘટનાએ ફરી એકવાર બહારના ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર

