દેશમાં પરીક્ષા પદ્ધતિ સુધારવા સરકારની પહેલ

શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો પાસેથી સૂચનો મંગાવાયા, પ્રાદેશિક ભાષામાં આપી શકાશે મંતવ્યો.

Upcoming Government Exams 2026: Important Update for Aspirants on Current  Affairs and New Policy Changes

કેન્દ્ર સરકારે દેશમાં થનારી સાર્વજનિક પરીક્ષાઓને પારદર્શી અને નિષ્પક્ષ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. ભારત સરકાર દ્વારા રચાયેલી હાઈ-પાવર્ડ ટાસ્ક ફોર્સે પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવા માટે દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. નાગરિકો હિન્દી, અંગ્રેજી અથવા કોઈપણ પ્રાદેશિક ભાષામાં તેમના મંતવ્યો અને સૂચનો સબમિટ કરી શકે છે.

CBSE board exams 2025 dates sheet: Board to release class 10 and 12 on...;  Timetable for UP board out - BusinessToday

દરેક વ્યક્તિ સરળતાંથી પોતાના મંતવ્યો જણાવી શકે તે માટે સૂચનો રજૂ કરવાની પ્રોસેસ સહેલી બનાવી છે. જેમાં જે વ્યક્તિ સૂચનો આપવા ઈચ્છે છે, તેઓ વોટ્સએપ નંબર ૯૧-૭૮૨૭૯૪૨૮૩૦ પર “hptf” લખીને મોકલી શકે છે. આ ઉપરાંત ટાસ્ક ફોર્સની સત્તાવાર વેબસાઈટ examreforms-taskforce.dopt.gov.in ના માધ્યમથી પણ નાગરિકો પોતાના મંતવ્યો જણાવી શકશે. તેમજ ટોલ-ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦-૪૭૪૭ પર અને ઈમેઈલના માધ્યમથી મહત્ત્વપૂર્ણ સૂચનો રજૂ કરી શકાશે.

CBSE class 12 result 2026 soon? DigiLocker, UMANG show 'coming soon' alert.  The notification on DigiLocker does not mean the result has already been  declared. It indicates that CBSE's digital result system

સૂચનો સબમિટ કરવાની અંતિમ તારીખ ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ પહેલ પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવામાં અને વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓને સમજવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *