કોમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ઘરેલુ ગ્રાહકોને રાહત

નવા મહિનાની શરૂઆત સાથે જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ થી દેશભરમાં ૧૯ કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો છે. જોકે, સામાન્ય પરિવારો અને ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે ૧૪.૨ કિલોવાળા ઘરેલુ રાંધણગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરાયેલા નવા દરો મુજબ, ૧૯ કિલોગ્રામ ધરાવતા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹ ૯.૫૦ પ્રતિ સિલિન્ડર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ, હોટેલ અને નાના વેપારીઓ માટે આ વધારાને કારણે સંચાલન ખર્ચમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે.
![]()
૫ કિલો અને ૧૦ કિલો સિલિન્ડરના ભાવ સ્થિર
-
૫ કિલો સામાન્ય ‘છોટુ’ એલપીજી સિલિન્ડર: ₹ ૩૪૯.૫૦ ના ભાવે સ્થિર છે.
-
એક્સટ્રાલાઇટ સિલિન્ડર: ₹ ૩૩૯ ના ભાવ પર યથાવત છે.
-
૫ કિલો નોન-ડોમેસ્ટિક સિલિન્ડર: આ કેટેગરીમાં ₹ ૨ નો નજીવો વધારો નોંધાયો છે, જેના ભાવ ₹ ૭૬૨ થી વધીને ₹ ૭૬૪ થયા છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
