પીએમ મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા

Iran war deepens cracks in America's alliances | Al Majalla

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદ અને તંગદિલી વચ્ચે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ વિશ્વના દેશોને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પર લાદવામાં આવેલા અમેરિકન પ્રતિબંધોમાંથી તેને બચાવવાનો પ્રયાસ કરનાર કે તેની સાથે વેપાર કરનાર કોઈ પણ દેશ પર ટ્રમ્પ પ્રશાસન કડક પ્રતિબંધો લગાવતા ખચકાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી તાજેતરની બેઠક બાદ આ નિવેદન સામે આવ્યું છે.

Lallu Ram on X: "अमेरिका ने भारत को धमकी दीः पीएम मोदी और ईरानी राष्ट्रपपति  पेजेशकियन की मीटिंग से भड़का, बोला- ईरान की मदद की तो…,' #usa #threat #india  #iran ...

બિશકેકમાં એસસીઓ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને ઈરાની પ્રમુખ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી બેઠક અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે હાલ કોઈ નવી ટ્રેડ ડીલ થઈ હોય તેવું તેમને લાગતું નથી. પરંતુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નીતિ સ્પષ્ટ કરી છે કે કોઈ પણ દેશે ઈરાનને અમેરિકન પ્રતિબંધોથી બચાવવામાં મદદ ન કરવી જોઈએ.

SCO Summit Bishkek: PM Modi Meets Putin & Xi Jinping | Kyrgyzstan Visit

US Secretary of State congratulates Georgia on Independence Day: US  commitment to partnership remains strong - 1TV

અમેરિકન વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે ઈરાન કમાણી કરી શકે અને તે પૈસાનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા કે પરમાણુ હથિયારો બનાવવા માટે કરે તેવી કોઈ વ્યવસ્થા બનાવવામાં કોઈ દેશે મદદ ન કરવી જોઈએ. જો કોઈ દેશ ઈરાન સાથે આવો વેપારી કરાર કરવાનો નિર્ણય કરશે, તો અમેરિકા તે દેશ પર પણ આકરા પ્રતિબંધો લાદવા મજબૂર બનશે.

PM Modi joins fellow world leaders for a group photograph at the 26th Shanghai  Cooperation Organisation Summit in Bishkek, as leaders come together for  crucial discussions on the region's shared priorities and

કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં યોજાયેલી ‘શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન’ (એસસીઓ) પરિષદ દરમિયાન પીએમ મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પ્રવર્તમાન પરિસ્થિતિ અને ક્ષેત્રમાં વધી રહેલા વિવાદ પર ચર્ચા કરી હતી.

No Solution On Battlefield": PM Modi At SCO Summit Amid Iran, Ukraine Wars

ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતનું વલણ પુનરાવર્તિત કરતા કહ્યું હતું કે તમામ વિવાદોનો ઉકેલ યુદ્ધના બદલે માત્ર વાટાઘાટો અને કૂટનીતિ (ડિપ્લોમસી) દ્વારા જ લાવવો જોઈએ. આ ઉપરાંત તેમણે દરિયાઈ વાહતુક અને મુક્ત વેપારની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને સામાન્ય નાગરિકો તેમજ જહાજો પર કામ કરતા નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.

Iran President Orders Nuclear Talks With US As Trump Hopeful Of Deal

બીજી તરફ, ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને તાજેતરના સંઘર્ષ સમયે ભારતે આપેલા સહયોગની પ્રશંસા કરી હતી અને ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે ભારત પોતાની કૂટનીતિક ક્ષમતાઓનો ઉપયોગ કરે તેવી વિનંતી કરી હતી. આ સાથે જ તેમણે અમેરિકા પર આરોપ લગાવ્યો હતો કે કૂટનીતિનો માર્ગ અપનાવવાના બદલે અમેરિકાએ યુદ્ધ અને અશાંતિનો રસ્તો પસંદ કર્યો છે.

US, Iran nuclear talks this week amid Trump's threat Understanding its  impact on Middle East, global security & India's balancing act

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *