શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી

તા: ૦૫/૦૯/૨૦૨૬  શનિવાર ના રોજ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી  કરવામાં આવી હતી.

શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં આજે શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી.

આ કાર્યક્રમ બાલ વર્ગ થી ધોરણ ૮ સુધી કરવામાં આવ્યો હતો.
બાળકોમાં રહેલી શિક્ષક બનવાની ક્ષમતા , આત્મવિશ્વાસ, અને શિસ્ત જોઇને ખૂબ જ ગર્વ લાગણી અનુભવાય.
વિદ્યાર્થીઓએ સુંદર રીતે વર્ગ સંભાળ્યો, જે વિદ્યાર્થીઓએ શિક્ષક બન્યા કે સેવક ભાઈ બહેન બન્યા તેમના માટે આજનો દિવસ ખૂબ જ યાદગાર બની ગયો. અમુક વિધાર્થીઓએ પોતાનું આજના દિવસ દરમિયાન થતા અનુભવો વક્તવ્ય દ્વારા રજુ કર્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી વેદાંગભાઈ રાજ્યગુરુ, સુપરવાઇઝર બહેનશ્રી નિરૂપાબેન પટેલે પ્રસંગોચિત ઉદબોધન બાળકોને આપી નવી પ્રેરણા આપી હતી.

શાળાના આચાર્ય શ્રી વેદાંગભાઈ રાજ્યગુરુએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.

આજના કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શિક્ષિકાબહેનશ્રી ચેતનાબેન ત્રિપાઠી અને શિક્ષકશ્રી પ્રવિણસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સુંદર દેખાવ અને નિરીક્ષણ પદ્ધતિને ધ્યાનમાં લઈને વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ સાથે પેન આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

બાળ શિક્ષકોના ઉત્સાહ અને આવડતથી સમગ્ર શાળામાં અનેરો આનંદ છવાયો.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *