પેરિસમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન

પીએમ મોદીએ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનું પ્રતિક ગણાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જુલાઈ 2023ના રોજ પેરિસમાં BAPSના લીડરો અને સ્વયંસેવકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મોદીને મંદિરનું 3D મોડેલ બતાવવામાં આવ્યું હતું.

ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે નવનિર્મિત ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ક્ષણને ભારત અને ફ્રાન્સના સાંસ્કૃતિક સંબંધોનો નવો યુગ સ્તંભ ગણાવ્યો છે. વર્ચ્યુઅલ માધ્યમથી સમારોહને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ બંને દેશોના સહિયારા સાંસ્કૃતિક મૂલ્યો, સહયોગ અને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનું પ્રતિક છે.

મોદીનો બિલાડો (closeted cat in disguise) 25% OFF on X: "Upcoming BAPS  swaminarayan Hindu temples from across the world:- 1. BAPS Shri Swaminarayan  Mandir, Paris, France." / X

સમારોહ દરમિયાન પીએમ મોદીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, સંતો અને બીએપીએસ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા તેમજ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા. તેમણે ઉમેર્યું કે પ્રમુખસ્વામી મહારાજે શરૂ કરેલા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પુનર્જાગરણનો પ્રકાશ આજે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. ૨૦૨૪ માં અબુ ધાબીમાં મંદિરના ઉદ્ઘાટન બાદ પેરિસમાં આ ભવ્ય નિર્માણ તે જ સંકલ્પશક્તિની નિરંતરતા છે.

BAPS Leaders Meet Prime Minister of India in Paris, Europe

મેડ ઇન ઇન્ડિયા અને બિલ્ટ ઇન ફ્રાન્સનું શ્રેષ્ઠ ઉદાહરણ

PM Modi Congratulates BAPS On Consecration Of First Traditional Stone Hindu  Temple In France

પ્રધાનમંત્રીએ મંદિરની સ્થાપત્ય કલાની પ્રશંસા કરતા કહ્યું કે આ મંદિર મેડ ઇન ઇન્ડિયા અને બિલ્ટ ઇન ફ્રાન્સનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભારતમાંથી કોતરવામાં આવેલા પથ્થરોને ફ્રાન્સમાં આધુનિક એન્જિનિયરિંગ સાથે જોડીને આ ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે.

Construction work starts on the first traditional Hindu Temple in France -  Arte Charpentier

પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ મંદિર ભક્તિની સાથે સેવા કાર્યનું પણ મુખ્ય કેન્દ્ર બનશે અને અહીંથી ભારતીય સંસ્કૃતિનો સંદેશ સમગ્ર યુરોપમાં પહોંચશે. ભવિષ્યમાં તક મળતાં તેઓ પોતે આ મંદિરના દર્શન કરવા જશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *