પીએમ મોદીના જન્મદિવસને આ રીતે ખાસમખાસ બનાવશે બીજેપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને ભાજપ સેવા દિવસ તરીકે ઉજવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને જણાવ્યું કે પીએમ મોદીના જન્મદિવસ પર દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન ચલાવવામાં આવશે. 

વડનગરથી વારાણસી સુધી સેવા યાત્રા, PM મોદીના જન્મદિવસને આ રીતે ખાસમખાસ બનાવશે BJP

૧૭ સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ દિવસને ખાસ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી વિશેષ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કહ્યું કે પીએમ મોદીના જન્મદિવસ પર દેશમાં સંકલ્પ અભિયાન ચલાવવામાં આવશે. આ એટલા માટે પણ વિશેષ છે કારણ કે પીએમ મોદી આગામી ૭ ઓક્ટોબરે જનસેવાના ૨૫ વર્ષ પૂરા કરશે. 

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ  થઈ હતી સફર

પ્રેસ કોન્ફરન્સમાં નીતિન નવીને કહ્યું કે પીએમ મોદીના જન્મદિવસ પર દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન ચલાવવામાં આવશે. તેમણે કહ્યું કે ૭ ઓક્ટોબ ૨૦૨૬ ના રોજ પીએમ મોદી જનસેવાના ૨૫ વર્ષ પૂરા કરશે. આ સફર ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળવાની સાથે શરૂ  થઈ હતી. છેલ્લા ૨૫ વર્ષમાં ેતમણે જનસેવાથી રાષ્ટ્રસેવા તરફ વધવાના મંત્રને અપનાવતા સેવાની આ સફર સતત ચાલુ રાખી છે. 

Nitin Naveen Statement on PM Modi | Youth Inspiration & Naxal-Free India

શું કહ્યું ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષે

નીતિન નવીને કહ્યું કે પીએમ મોદીના આ 25 વર્ષના સમગ્ર કાર્યકાળને આપણે એ રીતે જોઈ શકીએ  કે પહેલા દિવસથી જે ધ્યેય વાક્ય અને ધ્યેય શબ્દ તેમના મનમાં રહ્યા. તેમણે  તેને હંમેશા સંકલ્પ બનાવ્યા અને તેને સિદ્ધિ સુધી પહોંચાડવામાં તેઓ સફળ રહ્યા. તેમણે કહ્યું કે  તેની સફ એક સાધારણ કાર્યકર તરીકે શરૂ થઈ અને આજે દેશના પ્રધાન સેવક તરીકે તેમણે કાર્યોને આગળ વધાર્યા છે. 

On 69th Birthday, PM Narendra Modi Gets A "Digital" Gift From BJP

નરેન્દ્ર મોદીએ દેશનું નેતૃત્વ એવા સમયે સંભાળ્યું કે જ્યારે દેશમાં નિરાશા અને અંધકારનો માહોલ હતો. આપણી અર્થવ્યવસ્થાને fragile ૫ તરીકે જોવામાં આવતી હતી. પરંતુ આજે ભારત દુનિયાની સૌથી તેજીથી વધતી અર્થવ્યવસ્થા તરીકે જોવાય છે. સ્ટાર્ટઅપ અને યુનિકોનના માધ્યમથી ભારત આજે દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ નેશન બન્યું છે. સ્ટાર્ટઅપ અને યુનિકોનમાં આપણા યુવાઓ આગળ આવીને ફક્ત જોબ સિકર નહીં પરંતુ જોબ ગિવર્સ બનીને ઊભર્યા છે. આજે ખેલો ઈન્ડિયા અને ફિટ ઈન્ડિયા જેવા માધ્યમથી ભારતના યુવાઓ દરેક ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 

PM મોદી તેમના જન્મદિવસના દિવસે કયા કાર્યક્રમોમાં આપશે હાજરી, જાણો  જન્મદિવસનું સંપૂર્ણ શેડ્યૂલ

શું છે ભાજપનો પ્લાન

પીએમ મોદીના જન્મદિવસના અવસરે અનેક કાર્યક્રમો થશે. જેમાં પાર્ટી કાર્યકરો અને જનતા પણ ભાગ લેશે. કાર્યક્રમની શરૂઆત રક્તદાન શિબિરથી થશે. 

a man with a beard wearing an orange vest

  • ૧૭ સપ્ટેમ્બરે રક્તદાન શિબિરનું આયોજન કરાશે. 
  • તે દિવસે સાંજે ૦૭:૦૦ વાગે આશીર્વાદના દીવાનો કાર્યક્રમ થશે. 
  • કાર્યક્રમનો હેતુ છેલ્લા ૨૫ વર્ષોમાં પીએમ મોદીના નિષ્ઠાવાન જનસેવા પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો છે. 
  • પ્રત્યેક લાભાર્થી પરિવારો દ્વારા પીએમ મોદીને આશીર્વાદ તરીકે દીપ પ્રગટાવવામાં આવશે. 
  • ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સેવા સંકલ્પ અભિયાનનું આયોજન થશે. 

BJP To Launch Month-Long Seva Sankalp Abhiyan On PM Modi's Birthday

સેવા સંકલ્પ અભિયાન

નીતિન નબિને કહ્યું કે આગામી મહિને અમે સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરી રહ્યા છીએ. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી એક મહિના સુધી આ સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરીશું. ૧૭ સપ્ટેમ્બરને અમે દર વર્ષે સેવા દિવસ તરીકે ઉજવીએ છીએ અને આખો કાર્યક્રમ સેવા પખવાડિયા તરીકે ઉજવીએ છીએ. એક સમય હતો કે જ્યારે સરહદી  ગામડાઓને  ભારતના છેલ્લા ગામડા કહેતા હતા. પીએમ મોદીએ આ સોચ બદલી અને તેમને ભારતના પ્રથમ ગામડા  કહ્યાં. તેનાથી આ લોકોના જીવનમાં જ ફેરફાર આવ્યો છે એવું નથી પરંતુ આ સમુદાયો પ્રત્યે લોકોની સોચ પણ બદલાઈ છે. 

વડનગરથી વારાણસી સુધી સેવાયાત્રા

પીએમ મોદીના જન્મદિવસના અવસરે ભાજપ વડનગરથી વારાણસી વચ્ચે એક સેવાયાત્રા કાઢશે. આ દરમિયાન પીએમ મોદી અને સરકારની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કરાશે. તેના માટે અલગ અલગ યુવાઓની ટોળી બનાવવામાં આવશે. એક એક ટોળીમાં ૫૦ યુવા સામેલ થશે. આ યાત્રા દેશના ૧૭ રાજ્યોમાંથી પસાર તશે. પીએમ મોદીનો જન્મ ગુજરાતના વડનગરમાં થયો હતો અને તેઓ ત્રીજીવાર વારાણસીના સાંસદ  બન્યા છે. 

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *