ગુજરાત માં વરસાદને લઈને રાહતના સમાચાર

Monsoon spread uneven: Isro Satellite captures strange image, rain deficit  at 11% - India Today

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાયો નથી, ઑગસ્ટ મહિનાથી લઈને સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું પણ વરસાદ વિના જ વીત્યું છે.

હવામાન વિભાગથી રાહતના સમાચાર : 12 અને 13 સપ્ટેમ્બરને લઈને વરસાદને લઈને શું આગાહી થઈ? બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ ચોમાસું વરસાદ પાણી ખેતી ખેતર ખેડૂત પાક વાવેતર લણણી

ખાસ કરીને પશ્ચિમ ગુજરાતમાં પરિસ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે. દ્વારકામાં દુષ્કાળ જાહેર કરવાની માંગ પણ ઊઠી હતી.

આ વચ્ચે સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં હવામાન વિભાગ તરફથી ગુજરાતના લોકો માટે અને ખાસ કરીને ખેડૂતો માટે એક હળવા રાહતના સમાચાર આવી રહ્યા છે.

હવામાન વિભાગે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

આ આગાહી સૂચવે છે કે ગુજરાતમાં ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ સતત બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

ત્યારે હવામાન વિભાગે તેના બુલેટિનમાં શું જણાવ્યું, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાઓ પડી શકે છે ભારે વરસાદ? આવો જાણીએ આ અહેવાલમાં.

હવામાન વિભાગે શું આગાહી કરી છે?

હવામાન વિભાગથી રાહતના સમાચાર : 12 અને 13 સપ્ટેમ્બરને લઈને વરસાદને લઈને શું આગાહી થઈ? હવામાન વિભાગથી રાહતના સમાચાર : 12 અને 13 સપ્ટેમ્બરને લઈને વરસાદને લઈને શું આગાહી થઈ? બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ ચોમાસું વરસાદ પાણી ખેતી ખેતર ખેડૂત પાક વાવેતર લણણી

૯ સપ્ટેમ્બર એટલે કે આજની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

તે ઉપરાંત આજે વડોદરા, ભરૂચ અને સુરત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની સંભાવના છે.

MP Monsoon Update: Weather Break & Heavy Rain Forecast | Bhaskar English

આવતીકાલ ૧૦ સપ્ટેમ્બરને લઈને હવામાન વિભાગે કહ્યું છે, દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હાવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ અને સુરત અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની સંભાવના છે.

૧૧ સપ્ટેમ્બરને લઈને ગુજરાતમાં દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને સુરતમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની શક્યતા છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં અપાયું છે યલો ઍલર્ટ

હવામાન વિભાગથી રાહતના સમાચાર : 12 અને 13 સપ્ટેમ્બરને લઈને વરસાદને લઈને શું આગાહી થઈ? હવામાન વિભાગથી રાહતના સમાચાર : 12 અને 13 સપ્ટેમ્બરને લઈને વરસાદને લઈને શું આગાહી થઈ? બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ ચોમાસું વરસાદ પાણી ખેતી ખેતર ખેડૂત પાક વાવેતર લણણી

૧૨ સપ્ટેમ્બરને લઈને હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે ૧૨ સપ્ટેમ્બરને લઈને આગાહી કરી છે કે આ દિવસે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

તેમજ આ દિવસે ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર

હવેલીમાં ૩૦ થી ૪૦ કિમી/કલાકની ઝડપે પવન અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

Gujarat rains: Red alert in two districts, orange alert in Ahmedabad for June 22

૧૩ સપ્ટેમ્બરને લઈને પણ હવામાન વિભાગે યલો ઍલર્ટ યથાવત્ રાખ્યું છે.

હવામાન વિભાગે આ દિવસને લઈને કહ્યું છે કે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓ તથા દમણ, દાદરા અને નાગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત આ દિવસે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ વીજળીના ચમકારા સાથે 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ક્યાં સર્જાઇ રહ્યું છે લો પ્રેશર એરિયા?

હવામાન વિભાગથી રાહતના સમાચાર : 12 અને 13 સપ્ટેમ્બરને લઈને વરસાદને લઈને શું આગાહી થઈ? હવામાન વિભાગથી રાહતના સમાચાર : 12 અને 13 સપ્ટેમ્બરને લઈને વરસાદને લઈને શું આગાહી થઈ? બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ ચોમાસું વરસાદ પાણી ખેતી ખેતર ખેડૂત પાક વાવેતર લણણી

છેલ્લા ૨૪ કલાક ટ્રફ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડ્યો છે; જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન સૂકું રહ્યું હતું.

ત્યારે ભારતની તાજેતરની હવામાન પેટર્ન અનુસાર, પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેને અડીને આવેલા બિહાર પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.

ભારતમાં મોન્સૂન ટ્રફ ફિરોઝપુર, મુઝફ્ફરનગર, બસ્તી, દેહરી, દીઘા થઈને બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતથી મધ્ય પ્રદેશ થઈને ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી એક ટ્રફ આવેલું છે.

૧૧ મી સપ્ટેમ્બર આસપાસ પશ્ચિમ બંગાળની ખાડી તેમજ ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક લો પ્રેશર એરિયા સર્જાવાની શક્યતા છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *