પેટ્રોલમાં હજુ વધુ ઇથેનોલ ભેળવવાની છૂટ અપાશે

પેટ્રોલ માં લિમિટ ૨૦ % ને પાર જશે ઇ૨૦

India Water Crisis Deepens? Ethanol-Petrol Blending Govt Program Debate

ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલને લઇને દેશભરમાં વિવાદની સ્થિતિ છે એવામાં હવે સરકાર પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ હજુ પણ વધારવા વિચારી રહી છે. હાલમાં ૨૦ % ઇથેનોલવાળું પેટ્રોલ એટલે કે ઇ૨૦ મળી રહ્યું છે. આગામી દિવસોમાં આ ૨૦ % ની મર્યાદાને વધારી દેવાશે અને વધુ ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવી શકે છે. આ ખુલાસો ખુદ વડાપ્રધાનના સલાહકાર તરુણ કપૂર દ્વારા કરવામાં આવ્યો છે.

Oil Companies Buy Ethanol at Low Prices | Flex-Fuel Strategy in India

ઇન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી કોન્ફરંસને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરુણ કપૂરે કહ્યું હતું કે ઇ૨૦ પ્રોગ્રામ અત્યાર સુધીમાં ઘણો જ સફળ રહ્યો છે. અનેક ઓટોમોબાઇલ કંપનીઓ ફ્લેક્સી-ફ્યૂઅલ વાહનો લોન્ચ કરવાની તૈયારીમાં છે. હવે આગામી દિવસોમાં અમારુ ધ્યાન ફ્લેક્સી-ફ્યૂઅલ વાહનો પર રહેશે અને ઇ૨૦ થી પણ વધુની છૂટ આપવામાં આવી શકે છે. વેસ્ટ એશિયાના સંકટ વચ્ચે બાયોફ્યૂઅલ વધુ મહત્વપૂર્ણ બની ગયું છે.

How Ethanol is made? The complete Journey from farm to your vehicle's fuel  tank | Mobility News | Zee News

હાલમાં ભારતમાં જે કઇ ઇંધણ તરીકે ઉપયોગી થઇ શકે તેમ છે તેને ઉપલબ્ધ કરાવવા પર અમારુ ધ્યાન છે. હાલમાં ઇ૨૦ એટલે કે ઇથેનોલવાળા પેટ્રોલની ટિકા થઇ રહી છે તે અંગે સ્પષ્ટતા કરતા વડાપ્રધાનના સલાહકાર કપૂરે વધુમાં દાવો કર્યો હતો કે આ તમામ ટીકાઓ અધુરી માહિતીના આધારે થઇ રહી છે.

HPCL's Bihar Ethanol Plants: 120 KLPD Capacity and RTI Details

સંશોધનોમાં સામે આવ્યું છે કે ઇ૨૦ ખરેખર ઉપયોગી સાબીત થઇ રહ્યું છે. નોંધનીય છે કે ફ્લેક્સ ફ્યૂઅલ વાહન એટલે કે એફએફવી એવા પ્રકારના વાહનો માનવામાં આવે છે કે જે પેટ્રોલ, ઇથેનોલ, મિથેનોલ વગેરે વૈકલ્પીક ઇંધણનો ઉપયોગ કરીને ચલાવી શકાય છે.

Centre Clears Use of 100 Percent Ethanol As Vehicle Fuel

પીએમના સલાહકારે વધુમાં કહ્યું હતું કે હાલમાં ઇથેનોલ ઉત્પાદનની ક્ષમતા બ્લેન્ડિંગની વર્તમાન જરૂરિયાત કરતા પણ વધુ છે. સરકારનું આયોજન માત્ર પેટ્રોલ પુરતુ નથી, ડીઝલમાં બાયોફ્યૂઅલ આધારિત એડિટિવ્સના ઉપયોગ પર પણ કામ ચાલી રહ્યું છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *