
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં મકાન માલિકો અને ભાડૂઆતો વચ્ચેના સંબંધોમાં પારદર્શિતા અને શિસ્ત લાવવાના હેતુથી ‘ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬’ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.

શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ આ વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતું. રાજ્યમાં અત્યાર સુધી અમલી ‘મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ, ૧૯૪૭’ ની જગ્યાએ હવે આ નવો કાયદો અમલમાં આવશે.


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
