બ્રિક્સ સમિટની શરૂઆત આજે સવારે ૦૯.૫૫ વાગે ભારત મંડપમ્ ખાતે બ્રિક્સ સમૂહના પાર્ટનર દેશોના નેતાઓ અને આઉટરીચ માટે આમંત્રિત લોકોના આગમન સાથે થશે.

દિલ્હીમાં આયોજીત 18મી બ્રિક્સ સમિટનો આજે બીજો દિવસ છે. બે દિવસીય સમિટના પ્રથમ દિવસે, બ્રિક્સ દેશો સાથે ભાગીદાર દેશોના નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. તમામ બ્રિક્સ દેશોના સમર્થનથી શનિવારે ‘નવી દિલ્હી ઘોષણા ૨૦૨૬’ બહાર પાડવામાં આવ્યું હતું. બ્રિક્સ દેશોએ આંતરરાષ્ટ્રીય વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે સંવાદ, પરામર્શ અને રાજદ્વારી પ્રયાસોમાં જોડાવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.

પીએમ મોદીની અલગ અલગ બેઠક
૧૮ માં બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે અલગ અલગ બેઠકો યોજી હતી


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
