ગણપતિને માત્ર તુલસી નહીં આ ૪ ચીજો ભૂલથી પણ અર્પણ ન કરવી

જાણો ધાર્મિક માન્યતા

Ganesh Chaturthi 2025 Wishes Images and GIFs to Download & Share - Gre – Om  Spiritual Shop

ગણેશ ચતુર્થી દરમિયાન ગણપતિ બાપ્પાની પૂજા દરમિયાન તેમને કેટલીક વસ્તુઓ અર્પણ કરવાની મનાઈ છે. તેમની પાછળ કેટલાક ધાર્મિક મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ ગણેશ ઉત્સવ દરમિયાન બપ્પાને કઇ કઇ ચીજો અર્પણ ન કરવી જોઇએ.

ગણેશ ચતુર્થી તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે. ગણેશ ચુતર્થી પર વિધ્નહર્તાના આગમન સાથે શરૂ થતો આ ૧૧ દિવસનો ધાર્મિક તહેવાર અનંદ ચદૌશ પર બાપ્પાના વિસર્જન પર અશ્રુ ભીની આંખો સાથે સમાપ્ત થયા છે. 

ગણેશ ચતુર્થી પર ગણેશ સ્થાપના માટે સર્વોત્તમ મુહૂર્ત ક્યારે? જાણો ઘરે  બાપ્પાની પૂજા-સ્થાપના કરવાની સરળ શાસ્ત્રોક્ત વિધિ

ગણેશ ચતુર્થી ૨૦૨૬ તારીખ 

પંચાંગ મુજબ, ૨૦૨૬ માં ભાદરવો સુદ ચોથ તિથિ ૧૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૭:૦૬ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે ૧૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૭:૪૪ વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર ૧૪ સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી ઉજવાશે. આ દિવસે વિધ્નહર્તા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે.

Ganesh Chaturthi 2026 | ગણેશ ચતુર્થી પર પ્રિયજનોને મોકલો આ શુભેચ્છા સંદેશ,  જાણો સ્થાપનાનું શુભ મુહૂર્ત | Offbeat Stories

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગણેશ ઉત્સવ દરમિયાન ગજાનંદની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને શાંતિ મળે છે. ભગવાન ગણેશજી બહુ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે. જો તમે પણ ગણેશજીની પૂજા કરી રહ્યા છો, તો તેમને કેટલીક વસ્તુઓ અર્પણ કરવાની મનાઈ છે. ચાલો જાણીએ કે ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિ દાદાને કઈ ચીજો અર્પણ કરવાની મનાઈ છે.

Ganesh pooja: તમને ખબર છે કેમ ગણેશ પૂજામાં અર્પણ નથી થતું તુલસીનું પાન ? -  Gujarati News | Ganesh pooja do you know why tulsi leaves are not offered  in ganesh pooja | TV9 Gujarati

ગણેશ જીને તુલસી કેમ અર્પણ થતી નથી? 

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશને તુલસીના પાન અર્પણ કરવાની સખ્ત મનાઇ છે. તેની પાછળ એક દંતકથા છે. આ અનુસાર, એક વખત દેવી તુલસીએ ભગવાન ગણેશને પોતાના પતિ તરીકે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમની સાતમે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ ગણપતિ બાપ્પાએ આ પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો હતો.

Ganesh Chaturthi: ગણેશજીની પૂજામાં તુલસીના પત્તાનો ઉપયોગ કેમ નથી થતો? શું  છે અસલી કહાની - Ganesh Chaturthi: Why are Tulsi leaves not used in the  worship of Ganesha? What is the real

તુલસીજીએ ગુસ્સા અને નારાજગીમાં ભગવાન ગણેશને શાપ આપ્યો કે તમારા બે લગ્ન થઇ. આ શ્રાપ સાંભળીને ગણેશજી પણ ક્રોધિત થયા. ગણેશજી પણ શ્રાપ આપતા કહ્યું કે, “હે તુલસી! તારે પણ રાક્ષસ સાથે લગ્ન કરવા પડશે અને મારી પૂજામાં તારો ક્યારેય ઉપયોગ થશે નહીં. આ કારણોસર ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી.

Lord ganesha ai image happy ganesh chaturthi download 1080p

કેતકીના ફૂલ

શંકરજી સિવાય ગણેશજીને પણ કેતકી પુષ્પ અર્પણ કરવાની મનાઈ છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીમાં કોણ ચડિયાતું છે? આ અંગે યુદ્ધ થયું હતું. પછી શિવે એક રસ્તો શોધી કાઢ્યો. પરંતુ કેતકી ફૂલની સાથે મળીને બ્રહ્માજીએ છળકપટ કર્યો હતો. 

ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી શું લાભ થાય છે

ભગવાન શિવ બ્રહ્માજીની આ છળકપટને સમજી ગયા અને ખૂબ ક્રોધિત થઈ ગયા. પછી તેમણે કેતકી ફૂલને શ્રાપ આપ્યો કે હવેથી આ ફૂલ તેમની પૂજામાં સ્વીકારવામાં આવશે નહીં. ભગવાન ગણેશ ભગવાન શિવના પુત્ર હોવાથી, ગણેશ પૂજામાં પણ કેતકી ફૂલો અર્પણ કરવાની મનાઇ છે.

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર 4 યોગનો મહાસંયોગ, ગણપતિ બાપ્પા આ 3  રાશિવાળા પર વરસી પડશે, ધન-સંપત્તિ, સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો થશે

તૂટેલા ચોખા

ભગવાન ગણેશને ચોખા એટલે કે અક્ષત અર્પણ કરતી વખતે થોડી સાવચેત રહેવાની જરૂર છે. કોઈએ ક્યારેય ગણેશનીને તૂટેલા ચોખા એટલે કે અક્ષત અર્પણ કરવા જોઈએ નહીં, કારણ કે તે અપૂર્ણતા અને વિધ્નના સંકેત છે.

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર જાણો શું કરવું અને શું ન કરવું?  બપ્પાની વરસશે કૃપા

ભગવાન ગણેશને સફેદ વસ્તુ અર્પણ ન કરવી

પૌરાણિક કથાઓ અનુસાર, ચંદ્ર દેવતા તેમની સુંદરતા અને તેજ માટે જાણીતા હતા. તેઓ પોતાને બ્રહ્માંડમાં સૌથી સુંદર અને મનોહર માનતા હતા. તેમને આ વિશે બહુ અભિમાન હતો. આવી સ્થિતિમાં તેમણે એક વખત ગણેશની મજાક ઉડાવી હતી.

ચંદ્રના આ વર્તનથી ભગવાન ગણેશ ગુસ્સે થયા અને તેમને શ્રાપ આપ્યો કે આજથી જે તારા દર્શન કરશે તે કલંકિત થશે. તેને સમાજમાં અપમાન અને બદનામીનો સામનો કરવો પડશે. આ જ કારણ છે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર જોવાની મનાઈ છે. આ સિવાય ચંદ્રનો રંગ સફેદ હોય છે. આવી સ્થિતિમાં, સફેદ રંગની વસ્તુઓ ગણેશજીને અર્પણ કરવામાં આવતી નથી.

Happy Ganesh Chaturthi 2026: 50+ Heartfelt Wishes, Images, Greetings,  Facebook and WhatsApp Status

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Kids Craft Activities for Akshaya Tritiya (HD) – Free

Disclaimer :  આ લેખમાં વિશ્વ સમાચાર એ આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ, પૌરાણિક કથાઓ અને પ્રચલિત પરંપરાઓ પર આધારિત છે. વિવિધ પ્રદેશો, સંપ્રદાયો અને પરિવારોમાં પૂજા પ્રથાઓ અને માન્યતાઓમાં તફાવત હોઈ શકે છે. તેથી, અહીં જણાવેલી બાબતોને અંતિમ અથવા સાર્વત્રિક રીતે સ્વીકૃત ધાર્મિક નિયમો તરીકે ગણવી જોઈએ નહીં. પૂજા દરમિયાન, તમારા પરિવારની પરંપરા અથવા સ્થાનિક વિદ્વાન / પંડિતની સલાહને પ્રાધાન્ય આપો. વધુ માહિતી માટે જાણકારનો સંર્પક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *