અમદાવાદમાં જળબંબાકાર

૧૭૨ તાલુકામાં મેઘરાજાની સવારી

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં સરેરાશ 1.74 ઈંચ વરસાદ

ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડાઓ મુજબ, તારીખ ૧૪-૦૯-૨૦૨૬ ના રોજ સવારે ૦૬:00 થી ૧૦:૦૦ વાગ્યા સુધીના માત્ર ૪ કલાકના સમયગાળા દરમિયાન ગુજરાતમાં મેઘરાજા મહેરબાન રહ્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સવારથી જ સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ૪ કલાકમાં વરસાદી આંકડાની વાત કરીએ તો કુલ ૧૭૨ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં આજે મેઘરાજા આગાહી અનુસાર જ વરસી રહ્યા છે.

Vadodara Rain: વડોદરામાં ભારે વરસાદથી જળબંબાકાર, જેતલપુર ગરનાળું બંધ થતાં  પશ્ચિમ વિસ્તાર સંપર્ક વિહોણો; વાહનવ્યવહાર ઠપ્પ | Vadodara Heavy Rain:  Jetalpur Underpass ...

આ ચાર કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં નોંધાયો છે, જ્યાં કુલ ૪.૫૩ ઇંચ (૧૦૫ મિમી) વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ૩.૩૯ ઇંચ (૮૭ મિમી) અને આણંદના તારાપુર તાલુકામાં ૨.૮૭ ઇંચ (૭૩ મિમી) ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે. સવારના આ સમયગાળામાં અનેક તાલુકાઓમાં અચાનક મેઘરાજાનું જોર વધવાને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે.

4 કલાકમાં આણંદના બોરસદમાં 4.53 ઈંચ વરસાદ, અમદાવાદના ધોળકામાં જળબંબાકાર, 172  તાલુકામાં મેઘરાજાની સવારી | Gujarat Samachar

રાજ્યના અન્ય પ્રમુખ વિસ્તારોની વાત કરીએ તો, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ૨.૭૬ ઇંચ (૭૦ મિમી), નવસારીના ગણદેવીમાં ૨.૭૨ ઇંચ (૬૯ મિમી), વડોદરાના કરજણમાં ૨.૬૮ ઇંચ (૬૮ મિમી) અને વડોદરા શહેરમાં ૨.૩૬ ઇંચ (૬૦ મિમી) વરસાદ નોંધાયો છે. આ સાથે જ અરવલ્લીના મેઘરજમાં ૨.૨૪ ઇંચ (૫૭ મિમી), ખેડાના માતરમાં ૨.૦૯ ઇંચ (૫૩ મિમી) તેમજ જૂનાગઢના માળીયા હાટીનામાં ૨.૦૧ ઇંચ (૫૧ મિમી) વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.

આણંદના બોરસદમાં બે કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

આ સિવાય જુનાગઢના ભેસાણ અને પંચમહાલના હાલોલમાં ૧.૮૧ ઇંચ (૪૪ મિમી), દાહોદના લીમખેડા તથા ભરૂચના વાગરામાં ૧.૪૬ ઇંચ (૩૭ મિમી), તેમજ અમદાવાદના ધંધુકા, વડોદરાના પાદરા અને અરવલ્લીના મોડાસામાં ૧.૪૨ Inch (૩૬ મિમી) જેટલો સારો વરસાદ નોંધાયો છે. રાજ્યના બાકીના તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ સ્વરૂપમાં વરસાદી માહોલ સતત જળવાઈ રહ્યો છે.

image.png

Kids Craft Activities for Akshaya Tritiya (HD) – Free

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *