તરણેતરના મેળામાં વારસા અને આધુનિકતાનો સંગમ

Tarnetar Melo 2026: તરણેતરનો વિશ્વપ્રસિદ્ધ મેળો 14થી 17 સપ્ટેમ્બર યોજાશે:  21મી ગ્રામીણ ઓલિમ્પિક સાથે ખેલ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ, 180 સફાઈ  કર્મીઓ ...

તરણેતરના મેળામાંથી મને શીખવા મળ્યું છે કે તમામ પશુપાલકો તેમના પશુઓને ખૂબ જ પ્રેમ કરે છે : શિવમ બોરીચા

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ભાતીગળ તરણેતરના મેળામાં પશુપાલન ખાતા દ્વારા આયોજિત ‘પશુ પ્રદર્શન હરીફાઈ’ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પશુઓ અને ઉત્સાહી પશુપાલકોની ઉપસ્થિતિ વચ્ચે રાજકોટના નાની વયના બાળ પશુપાલક શિવમ બોરીચા પોતાના પરિવાર સાથે વિશેષરૂપે હાજર રહ્યા હતા.

તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન, આટલા રૂપિયાના આપવામાં આવે ઈનામ - Cattle Show  and competition were held in the Tarnetar fair, prizes were awarded | -  News18 Gujarati

પોતાના અનુભવ વિશે વાત કરતા શિવમે જણાવ્યું હતું કે, “અમે છેલ્લા બે વર્ષથી આ મેળામાં આવીએ છીએ અને આ વખતે અમારી સાથે ‘વોળકી’ નસલની ગાય લાવ્યા છીએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “તરણેતરના મેળામાંથી મને એ શીખવા મળ્યું છે કે તમામ પશુપાલકો પોતાના પશુઓ પર અઢળક પ્રેમ કરે છે. અમારો આખો પરિવાર પણ પશુઓને ખૂબ જ વ્હાલથી ઉછેરે છે.”

પશુ પ્રદર્શન હરીફાઈ તરણેતર નો મેળો 2026 | Buffalo Tarnetar Melo | Tarnetar  Live | Tarnetar Fair live

શિવમ બોરીચા જેવા બાળ અને યુવા પશુપાલકોનો આ જોશ એ વાતની સાક્ષી પૂરે છે કે ગુજરાતની પરંપરાગત પશુપાલન સંસ્કૃતિ હવે નવી પેઢીના હાથમાં વધુ સુરક્ષિત અને આધુનિક અભિગમ સાથે આગળ ધપી રહી છે. મેળામાં પધારેલા મુલાકાતીઓએ પણ નાના શિવમના ઉત્સાહ અને મૂંગા જીવો પ્રત્યેના નિસ્વાર્થ પ્રેમને ખુલ્લા મનથી બિરદાવ્યો હતો.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *